India

દેશના ખૂણે-ખૂણે 5G પહોંચ્યું, 50 કરોડ લોકો ગેમિંગ સેક્ટર સાથે જોડાયા: IMCમાં PM મોદીનું સંબોધન

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે 'ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ'ના 10મા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું. 10 ઓક્ટોબર સુધી ચાલનારા આ એશિયાના સૌથી મોટા ટેક ઈવેન્ટમાં દેશ-વિદેશની કંપનીઓ ભાગ લઈ રહી છે. મોદીએ મોબાઈલ ગવર્નન્સ, ડિજિટલ ઈન્ડિયા, સાયબર સુરક્ષા અને ગેમિંગ સેક્ટરના મહત્વ પર ભાર મૂક્યો. 5G, 6G, AI, IoT જેવી ભવિષ્યની ટેકનોલોજીનું પ્રદર્શન અહીં જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશના ખૂણે-ખૂણે 5G પહોંચ્યું, 50 કરોડ લોકો ગેમિંગ સેક્ટર સાથે જોડાયા: IMCમાં PM મોદીનું સંબોધન

India Mobile Congress 2026 : નવી દિલ્હીના યશોભૂમિ ખાતે એશિયાના સૌથી મોટા ટેક અને ટેલિકોમ ઈવેન્ટ 'ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ' (IMC 2026) ના 10મા સંસ્કરણનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આગામી 10 ઓક્ટોબર સુધી ચાલનારા આ ભવ્ય ટેક્નોલોજી શોકેસમાં દેશ-વિદેશની દિગ્ગજ કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ ભાગ લઈ રહ્યા છે. ઉદ્ઘાટન સમારોહની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ દેશની સેવાના 25 વર્ષ પૂરા થવા પર વાત કરી હતી. આ ઉપરાંત નિધન પામેલા દિગ્ગજ અભિનેતા નાના પાટેકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

મોબાઈલ ગવર્નન્સ અને ડિજિટલ ઈન્ડિયાનું મહત્વ

વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 થી 12 વર્ષોમાં મોબાઈલ ફોન ગવર્નન્સનું એક શક્તિશાળી માધ્યમ બનીને સામે આવ્યો છે, જે આપણા ડિજિટલ ઈન્ડિયાનો મુખ્ય આધાર છે. કોરોના મહામારી દરમિયાન પણ ઓનલાઈન શિક્ષણ અને કામકાજ સતત ચાલુ રહ્યા, જેમાં 'દીક્ષા' જેવા પ્લેટફોર્મે દૂર-દુરના ગામડાના બાળકો સુધી શિક્ષણ પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી છે. આજે દેશમાં સસ્તા ડેટા અને વ્યાપક ટેલિકોમ વિસ્તરણને કારણે સરકારી યોજનાઓનો લાભ સીધો જ નાગરિકો સુધી પહોંચી રહ્યો છે.

ગેમિંગ સેક્ટર અને સાઈબર સુરક્ષા પર વિશેષ ભાર

આજના સમયમાં ભારતમાં અંદાજે 50 કરોડ લોકો ગેમિંગ સેક્ટર સાથે જોડાયેલા છે અને ઈ-સ્પોર્ટ્સમાં યોગદાન આપી રહ્યા છે. આ ઉપરાંત કન્ટેન્ટ ક્રિએશન ઈન્ડસ્ટ્રી પણ હજારો કરોડ રૂપિયાની થઈ ચૂકી છે. ફોન અને નેટવર્કની સુરક્ષાને પ્રાથમિકતા આપતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે સાઈબર ફ્રોડ અને સાઈબર ક્રાઈમ કોઈ સીમાઓ નથી માનતા, તેથી તેના મુકાબલા માટે વૈશ્વિક સ્તરે એક મજબૂત ફ્રેમવર્ક અને મિકેનિઝમ તૈયાર કરવું ખૂબ જ અનિવાર્ય છે.

'Scale Without Boundaries' થીમ અને ફ્યુચર ટેક્નોલોજી

IMC 2026 ની આ વખતની થીમ 'Scale Without Boundaries' રાખવામાં આવી છે. આ ઈવેન્ટમાં 5G અને 6G ની સાથે સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), આઈઓટી (IoT), સેટેલાઈટ કમ્યુનિકેશન તેમજ આ વર્ષે ખાસ ઉમેરાયેલી નવી ટેક્નોલોજીઓ જેવી કે સ્માર્ટ મોબાઈલ અને ઈન્ડસ્ટ્રીયલ રોબોટિક્સનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોવા મળી રહ્યું છે. સ્ટુડન્ટ્સ અને વિઝિટર્સ માટે આ ઈવેન્ટમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે, જેના માટે IMC ના અધિકૃત પોર્ટલ પરથી રજીસ્ટ્રેશન કરી શકાશે.