Get The App

જેસલમેરમાં 4500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના અવશેષ મળ્યાં, થારના રણમાં અનોખું સંશોધન

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
જેસલમેરમાં 4500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના અવશેષ મળ્યાં, થારના રણમાં અનોખું સંશોધન 1 - image
Image Twitter 

Remains of Harappan civilization found in Jaisalmer: રાજસ્થાનના જેસલમેર જિલ્લા અને પાકિસ્તાન સરહદ નજીક આવેલા રામગઢ જિલ્લાથી 60 કિલોમીટર દૂર અને સાદેવાલાના 17 કિમી ઉત્તર-પશ્ચિમમાં સ્થિત રતાડિયા રી ડેરી નામના સ્થળે હડપ્પા સંસ્કૃતિના લગભગ 4500 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે.

આ મહત્ત્વપૂર્ણ શોધ રાજસ્થાન વિશ્વવિદ્યાલય, રાજસ્થાન વિદ્યાપીઠ, ઉદયપુર અને અન્ય ઈતિહાસકારોની એક ટીમ દ્વારા કરવામાં આવી છે. જેમાં સંશોધનકર્તા દિલીપકુમાર સૈની, ઈતિહાસકાર પાર્થ જગાણી, પ્રોફેસર જીવનસિંહ ખારકવાલ, ડો. તમેધ પવાર, ડો. રવિન્દ્ર દેવડા, ચતર સિંહ 'જામ' અને પ્રદીપ કુમાર ગર્ગનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચો: દુષ્કર્મના આરોપી અધિકારીને હાઇકોર્ટમાં જજ તરીકે બઢતી, વિરોધમાં મહિલા જજનું રાજીનામું

આ સંશોધનની પુષ્ટિ પ્રોફેસર જીવણ સિંહ ખારકવાલ, ડો.તમેધ પવાર અને ડૉ. રિવન્દ્ર દેવડાએ કરી છે અને તેનું રિસર્ચ પેપર ઈન્ડિયન જર્નલ સાયન્સમાં પબ્લિશ કરવા માટે મોકલવામાં આવ્યું છે. 

થારમાં હડપ્પા સંસ્કૃતિનું પહેલું પુરાતત્વીય સ્થળ

સંશોધક દિલીપ કુમાર સૈનીના જણાવ્યા પ્રમાણે આ પુરાતત્વીય સ્થળ થારના રેતાળ ટેકરાઓ વચ્ચે આવેલું છે તેમજ થાર વિસ્તારમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો પહેલીવાર મળી આવ્યા છે. આ સ્થળે મોટા પ્રમાણાં ખંડિત માટીકામ (લાલ માટીકામ, વાટકી, ઘડા, છિદ્રિત જારના ટુકડા), ચેર્ટ પથ્થરથી બનેલા 8-10 સેમી લાંબા બ્લેડ, માટી અને શંખમાંથી બનાવવામાં આવેલી બંગડીઓ, ત્રિકોણાકાર, ગોળાકાર અને ઇડલી જેવા ટેરાકોટા કેક, તેમજ પથ્થરની વિવિધ વસ્તુઓ મળી આવી છે. 

આ પણ વાંચો: અગ્નિવીરો માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રીની જાહેરાત, ટાઇગર પ્રોટેક્શન ફોર્સમાં સીધું પોસ્ટિંગ આપશે

સૈનીએ જણાવ્યું હતું કે, આ હડપ્પા સંસ્કૃતિ પુરાતત્વીય સ્થળના દક્ષિણ ઢોળાવ પર એક ભઠ્ઠી મળી આવી છે, જેની વચ્ચે એક સ્તંભ બનાવવામાં આવ્યો છે. ગુજરાતના કાનમેર અને પાકિસ્તાનમાં મોહેંજોદડો જેવા સ્થળોએ પણ આવી ભઠ્ઠીઓ મળી આવી છે.

શહેરી સભ્યતાના પુરાવા પણ મળ્યા

આ પુરાતત્વીય સ્થળ પરથી ( Wedge bricks)ફાચર ઈંટો અને સામાન્ય ઈંટો મળી આવી છે, જેના પરથી ખ્યાલ આવે છે કે, આ ઈંટોનો ઉપયોગ ગોળાકાર ભઠ્ઠીઓ અને ગોળાકાર દિવાલો બનાવવા માટે થતો હતો. થારમાં પહેલીવાર હડપ્પા કાળના અવશેષો મળી આવ્યા છે. આ પુરાતત્વીય સ્થળ દૂરના થારના રેતાળ ટેકરાઓની વચ્ચે આવેલી છે, જે રણમાં કઠિન જીવન તથા રાજસ્થાનમાં હડપ્પા સંસ્કૃતિના વિસ્તરણ વિશે જણાવે છે. જો તેનું ખોદકામ અથવા શોધ આગળ વધારવામાં આવે તો આ પ્રાચીન સભ્યતા વિશે મહત્ત્વપૂર્ણ માહિતી મળી શકે છે.


Tags :