India

ઇઝરાયેલનાં હુમલામાં બે પેલેસ્ટિયનોનાં મોત ઃ પાંચ ઘાયલ

By GS TEAM
26 Feb 20262 mins read
ઇઝરાયેલનાં હુમલામાં બે પેલેસ્ટિયનોનાં મોત ઃ પાંચ ઘાયલ


(પીટીઆઇ)     ગાઝા શહેર, તા. ૨૬

ગુરૃવારે ગાઝા શહેરનાં પૂર્વમાં ઇઝરાયેલનાં હુમલામાં ઓછામાં ઓછા બે પેલેસ્ટિયન નાગરિકોનાં મોત થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે તેમ અલ અહલી હોસ્પિટલના ડાયરેક્ટર ફાદેલ નઇમે એક નિવેદનમાં જણાવ્યું છ. આ હુમલા અંગે ઇઝરાયેલની સેનાએ કોઇ પ્રતિક્રિયા આપી નથી.

૧૦ ઓક્ટોબરે યુદ્ધ વિરામ અમલમાં આવ્યા પછી પણ ઇઝરાયેલનાં ઘાતક હુમલાઓએ વારંવાર તેમાં અવરોધ ઉભો કર્યો છે. પેલેસ્ટિયનોનાં વધતા મોતને કારણે  ગાઝામાં ઘણા લોકો એવું કહેવા લાગ્યા છે કે યુદ્ધ અવિરત ચાલુ રહ્યું છે.

ઇઝરાયેલની સેનાએ ગુૃરૃવારે જણાવ્યું હતું કે દક્ષિણ ગાઝામાં સૈનિકોએ એક પેલેસ્ટિયનને મારી નાખ્યો હતો. આ પેલેસ્ટિયને ઇઝરાયેલના કબજાવાળા વિસ્તારને અલગ કરતી લાઇનને પાર કરી હતી.

સીઝફાયર અમલમાં આવ્યા પછી આવા વિસ્તારોમાં આવું ગોળીબાર સામાન્ય વાત બની ગઇ છે. ઇઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે તેમણે જે વ્યકિતને ઠાર માર્યો છે તે એક આતંકવાદી હતો અને સૈનિકો માટે ખતરો હતો.

સેનાનાં નિયમો અનુસાર નામ ન આપવાની શરતે એક સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે લાઇનની આસપાસ મારવામાં આવેલા પેલેસ્ટિયનોનાં મોટા ભાગનાં કેસો અંગે વાત કરતા આવો જ દાવો કરવામાં આવે છે પછી ભલે તેમાં નાના બાળકો સહિત સામાન્ય લોકોનાં મોત થયા હોય.

કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સનાં એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૫માં અન્ય કોઇ પણ વર્ષની સરખામણીમાં વધારે પત્રકાર અને મીડિયા કર્મીઓનાં મોત થયા છે. ૨૦૨૫માં ઓછામાં ઓછા ૧૨૯ પત્રકાર અને મીડિયા કર્મચારીનાં મોત થયા છે. જેમાં બે તૃતિયાંશ ઇઝરાયેલ દ્વારા મારવામાં આવ્યા છે.