યે રિશ્તા ક્યા કહેલાતા હૈ! 18 વર્ષના યુવકે 50 વર્ષની મહિલા સાથે કર્યા લવમેરેજ, દીકરીએ કરી ફરિયાદ
Bhagalpur,18-year-old boy marries 50-year-old woman : 'મારી માતાએ તેની શરમ લાજ છોડી દીધી છે. હું અને તેમનો જમાઈ તેની સામે આવીએ છીએ, ત્યારે તે આંખો નીચી કરી લે છે. તે મારાથી નાની ઉંમરના તેના પ્રેમી સાથે ખુલ્લેઆમ રહે છે. અમને શરમ આવે છે.' આવું બીજુ કોઈ નહીં પરંતુ, એ જ 50 વર્ષીય મહિલાની પુત્રી કહે છે. જેણે 18 વર્ષના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા છે. આ મહિલા અગાઉ પણ તેના પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ છે. બિહારના ભાગલપુરમાં આ લગ્નથી બધા ચોંકી ઉઠ્યા છે. પુત્રી અને જમાઈની ફરિયાદ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: 6 અથડામણ... 21 આતંકવાદીઓ ઠાર... પહલગામ હુમલા બાદ ભારતીય સેનાની મોટી કાર્યવાહી
બિહારના ભાગલપુરનો કિસ્સો સાંભળીને પોલીસ ચોંકી ગઈ
ભાગલપુરના ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારનો આ કિસ્સો સાંભળીને પોલીસ ચોંકી ગઈ. ત્રણ દીકરીઓ, એક દીકરો અને પૌત્ર-પૌત્રીઓ હોવા છતાં મહિલાએ આ પગલું ભરતાં તેનો પરિવાર દુખી છે. આ અણઘડ લગ્ન પછી મહિલા પક્કીસરાય ગામમાં રહેતા 18 વર્ષના કન્હાઈ કુમાર સાથે પત્ની તરીકે રહે છે. મહિલાનો દાવો છે કે, તેણે કન્હાઈ કુમાર સાથે લગ્ન કર્યા છે. જ્યારે પણ પુત્રી અને જમાઈ તેમની માતાની સામે આવે છે, ત્યારે તેમની માતા માથું નીચે કરીને નજર ફેરવી નાખે છે. પોલીસને આપેલી ફરિયાદમાં પુત્રીએ તેની માતાને પાછી મેળવવાની વિનંતી કરી હતી.
કેવી રીતે અને ક્યાંથી શરુ થયો પ્રેમ સંબંધ
યુવક સાથે લગ્ન કરનાર આધેડ વયની મહિલાની પ્રેમકથા ગુજરાતમાંથી શરૂ થઈ હતી. મહિલા પહેલા તેના પતિ અને પરિવાર સાથે બિહારમાં રહેતી હતી. આ સમયગાળા દરમિયાન પડોશમાં રહેતા કન્હાઈ કુમાર સાથે પ્રેમ થયો હતો. પહેલા કન્હાઈ મહિલાના ઘરે જવાનું શરૂ કર્યું, ધીરે ધીરે તેના પતિની પરવા ન કરતા કન્હાઈ મહિલા સાથે ઘરેથી ભાગી ગઈ. ઘણી શોધખોળ કર્યા પછી મહિલા તેના કથિત પતિ કન્હાઈ કુમાર સાથે તેના ઘરમાં રહેતી મળી. એ પછી પંચાયત બોલાવવામાં આવી જેમાં મહિલાએ ભાગ લેવાનો ઇનકાર કર્યો.
આ પણ વાંચો: સચિન મારા દીકરાનો બાપ છે', રાજા રઘુવંશીના ઘરે નવી બબાલ, મહિલાએ જાહેર કર્યા DNA રિપોર્ટ
બિહારમાં આ લગ્નની ચર્ચા
બિહારના ભાગલપુરમાં આ લગ્નની ચર્ચાએ વેગ પકડ્યો છે. પોલીસ ફરિયાદ બાદ આ મામલો વધુ ચર્ચામાં આવ્યો. ગ્રામજનોના કહેવા પ્રમાણે મહિલાએ તમામ સામાજિક ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે. જોકે, મહિલાએ કરેલા તેના આ કરતૂત પર કોઈ અફસોસ નથી. તેનું કહેવું છે કે, તે કન્હાઈને પ્રેમ કરે છે અને તેની સાથે પોતાનું જીવન વિતાવશે. ત્યારે પુત્રી અને જમાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તેમની માતાને પરત લાવવામાં મદદની અપીલ કરી છે.