Get The App

6 અથડામણ... 21 આતંકવાદીઓ ઠાર... પહલગામ હુમલા બાદ ભારતીય સેનાની મોટી કાર્યવાહી

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
6 અથડામણ... 21 આતંકવાદીઓ ઠાર... પહલગામ હુમલા બાદ ભારતીય સેનાની મોટી કાર્યવાહી 1 - image


Jammu-Kashmir Encounter : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના એક પછી એક કાર્યવાહીઓ કરી રહી છે. ભારતીય સેના, સીઆરપીએફ, બીએસએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે ઓપરેશનને પાર પાડી છ જુદી જુદી અથડામણોમાં કુલ 21 આતંકવાદીઓને ઠાર કર્યા છે. ઠાર થયેલાઓમાં 12 પાકિસ્તાની અને 9 સ્થાનિકનો સમાવેશ થાય છે.

કુલગામમાં ત્રણ આતંકી ઠાર

ભારતીય સેનાએ શ્રીનગરથી લગભગ 70 કિલોમીટર દૂર કુલગામમાં તાજેતરમાં જ ઓપરેશન અકાલ હાથ ધરી લશ્કર-એ-તોઈબાના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ઠાર થયેલા આતંકવાદીઓમાં કુલગામ રહેવાસી જાકિર અહમદ ગની, સોપોરનો રહેવાસી અને કેટેગરી-એ-આતંકવાદી આદિલ રહમાન ડેંટૂ અને પુલવામાં રહેતો હરીશ ડાર સામેલ હતો. સુરક્ષા દળના જણાવ્યા મુજબ, સ્થાનિક ભરતી તેમજ સરહદ પારથી ઘૂસણખોરી કરનારાઓને લોજિસ્ટિક મદદ કરવા માટે આ ગ્રૂપને ફરી સક્રિય કરાયું હતું.

સાંબા જિલ્લામાં અથડામણ, સાત આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં જૈશ-એ-મોહમ્મદના સાત આતંકવાદીઓ ઠાર થયા હતા. આ એન્કાઉન્ટર જૈશ-એ-મોહમ્મદના નેટવર્ક માટે સૌથી મોટી ઘાતક હતી.

આ પણ વાંચો : નીતિન ગડકરીના નિવાસસ્થાનને બોંબથી ઉડાવી દેવાની ધમકી, આરોપીની ધરપકડ

શોપિયા અને ત્રાલમાં ત્રણ-ત્રણ આતંકી ઠાર

શોપિયા જિલ્લાના કેલરના જંગલમાં અથડામણ થઈ હતી, જેમાં સેનાએ લશ્કરના ટોચના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. તેમાં શાહિદ કુટ્ટે, અદનામ શફી ડાર અને આમિર બશીર સામેલ હતો. આ ઉપરાંત ત્રાલના જંગલ વિસ્તારમાં એકાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદી ઠાર કરાયા હતા, જેમાં આસિફ અહમદ શેખ, આમિર નજીર વાની અને યાવર અહમદ ભટ્ટ સામેલ હતો.

ઓપરેશન મહાદેવ : ત્રણ પાકિસ્તાની આતંકી ઠાર

ભારતીય સેનાએ ઓપરેશન મહાદેવ હેઠળ મુલનાર ગામમાં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપી ત્રણ પાકિસ્તાની આતંકી સુલેમાન, અફગાન અને જિબરાનને ઠાર કર્યા હતા. આ ત્રણેય આતંકવાદીઓનો પહલગામ હુમલામાં હાથ હતો. ત્યારબાદ ઓપરેશન શિવશક્તિ હેઠળ બે પાકિસ્તાની આતંકીને ઠાર કરાયા હતા. અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે, બંને આતંકી પીઓકેમાંથી ઘૂસણખોરીને આવ્યા હતા.

આ પણ વાંચો : દેશના 6 રાજ્યોમાં વરસાદી કહેર... અનેક ગામો જળમગ્ન, યુપી-રાજસ્થાનમાં પૂરનો ખતરો

Tags :