For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇન્ડિયન નેવીના જહાજો માટે બ્રહ્મોસ મિસાઇલ ખરીદવા રૂ. 1700 કરોડની સમજૂતી

Updated: Sep 23rd, 2022

Article Content Image

- બ્રહ્મોસ એરોસ્પેસ પ્રા. લિ. ભારત અને રશિયા વચ્ચેનું સંયુક્ત ઉદ્યમ

- 300કિમી સુધીની ત્રાટક ક્ષમતા ધરાવતી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ માટે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રા. લિ. સાથે કરાર

નવી દિલ્હી : સંરક્ષણ મંત્રાલય નેવીના જહાજો માટે લગભગ ૩૦૦ કીલોમીટર સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવતા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિઝાઇલના પુરવઠા માટે ગુરુવારે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ (બીએપીએલ)ની સાથે રૂ. ૧૭૦૦ કરોડ રૂપિયાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતાં.

બેવડી ભૂમિકા ધરાવતી આ મિસાઇલોના આગમનથી નેવીની પરિચાલન ક્ષમતામાં વધારો થશે. 

આ ઉપરાંત આ સમજૂતીથી હથિયાર પ્રણાલી અને દારૂગોળાના સ્વદેશી ઉત્પાદનને વેગ મળશે. સંરક્ષણ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ ભારત અને રશિયાની વચ્ચે એક સંયુક્ત ઉદ્યમ છે. જે નવી પેઢીને જમીનથી જમીન પર ત્રાટકવાની મિસાઇલાની સંખ્યા વધારવા મહત્ત્વપૂર્ણ ફાળો આપી રહ્યો છે.  આ મિસાઇલોમાં જમીનની સાથે જહાજ વિરોધી હુમલાઓ માટે એડવાન્સ રેન્જ અને બેવડી ભૂમિકા નિભાવવાની ક્ષમતા છે. સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા માટે સંરક્ષણ મંત્રાલયે બીએપીએલ સાથે આ કરાર કર્યો છે. 

બ્રહ્મોસ ધ્વનિની ગતિથી લગભગ ત્રણ ગણી વધારે ઝડપથી ઉડે છે. આ એક મોટા બિન પરમાણુ શસ્ત્ર તરીકે વિકાસ પામી છે.  રશિયા દ્વારા સંયુક્ત પણે નિર્મિત બ્રહ્મોસની રેન્જન પણ ૨૯૦ કિમીથી વધારે ૪૦૦ કિમી કરવામાં આવી છે. આ ઉપરાંત તેની રેન્જ ૮૦૦ કિમી કરવા અંગે પણ કામ ચાલી રહ્યું છે. ચીન સાથે ૨૮ મહિનાથી ચાલી રહેલી તંગદિલી વચ્ચે બ્રહ્મોસ મિસાઇલ મદદરૂપ થશે.

Gujarat