India

ગુટખા-પાન મસાલાના ઉત્પાદન કે વેચાણ પર 1 વર્ષનો પ્રતિબંધ, આ રાજ્યમાં કડક આદેશ જાહેર

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
ઉત્તરાખંડ સરકારે રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય હિતમાં મહત્ત્વનો નિર્ણય લીધો છે. 13 ઑક્ટોબર-2026થી રાજ્યમાં ગુટખા, તમાકુ અને નિકોટીનવાળા પાન મસાલા પર 1 વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. ફૂડ સેફ્ટી ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કમિશનરે આદેશ જારી કર્યો છે. હવે આવા ઉત્પાદનોનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરી શકાશે નહીં. આ નિયમ સમગ્ર રાજ્યમાં સખત રીતે લાગુ પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુટખા-પાન મસાલાના ઉત્પાદન કે વેચાણ પર 1 વર્ષનો પ્રતિબંધ, આ રાજ્યમાં કડક આદેશ જાહેર

Uttarakhand Gutkha Ban : ઉત્તરાખંડ સરકારે રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં ગુટખા, તમાકુ અને નિકોટીનવાળા પાન મસાલા પર 1 વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ નવો આદેશ 13 ઓક્ટોબર-2026થી રાજ્યભરમાં તાત્કાલિક અસરથી લાગુ કરી દેવાયો છે.

ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર સંપૂર્ણ રોક

ફૂડ સેફ્ટી ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર વિનય શંકર પાંડે દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, હવે ઉત્તરાખંડમાં તમાકુ કે નિકોટીનયુક્ત કોઈપણ ઉત્પાદન બનાવી શકાશે નહીં. આ ઉપરાંત દુકાનદારો આવા ઉત્પાદનોનો સ્ટોક, વિતરણ કે વેચાણ પણ કરી શકશે નહીં. આ નિયમ સમગ્ર ઉત્તરાખંડ રાજ્યમાં આગામી 1 વર્ષ સુધી ચુસ્તપણે અમલમાં રહેશે.

લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે લેવાયો નિર્ણય

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય લોકોની તંદુરસ્તીની સુરક્ષા માટે લેવાયો છે. ફૂડ સેફ્ટી ઍક્ટ મુજબ, ખાવા-પીવાની કોઈપણ વસ્તુમાં તમાકુ કે નિકોટીનનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે. છતાં પણ ગુટખા અને પાન મસાલામાં આ હાનિકારક તત્ત્વોનો ખુલ્લેઆમ ઉપયોગ થતો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને 'ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ, 2006' હેઠળ આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

અગાઉ પણ લાગી ચૂક્યો છે પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ગુટખા અને તમાકુવાળા પાન મસાલા પર પ્રતિબંધ મૂકાયો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2013, 2015 અને 2019માં પણ આ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. હવે તંત્ર સામે સૌથી મોટો પડકાર બજારમાં આવા ઉત્પાદનોની છૂપી ઉપલબ્ધતા રોકવા અને આ આદેશનું સંપૂર્ણ પાલન કરાવવાનો રહેશે.