Narmada

નર્મદા: રાજપીપળા APMCની ચૂંટણી છેલ્લી ઘડીએ મુલતવી! રજિસ્ટ્રાર ખરેખર બીમાર પડ્યા કે પડદા પાછળ ખેલાયો મોટો ખેલ?

By GS Team
10 Jul 20261 min read
TukuTouch Logo
નર્મદાના રાજપીપળા APMC પ્રમુખની ચૂંટણી છેલ્લી ઘડીએ અચાનક મુલતવી રાખવામાં આવી છે. જિલ્લા રજિસ્ટ્રાર બીમાર હોવાનું કારણ જણાવાયું છે. શુક્રવારે (10 જુલાઈ) નવા પ્રમુખ માટે મેન્ડેટ આવવાનો હતો, પરંતુ ચૂંટણી સ્થગિત થતાં આવ્યો નહોતો. 16 સભ્યોના બોર્ડમાંથી 12 સભ્યો હાજર હતા, 4 ગેરહાજર રહ્યા. આ નિર્ણય પાછળ રાજકીય અટકળો તેજ બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદા: રાજપીપળા APMCની ચૂંટણી છેલ્લી ઘડીએ મુલતવી! રજિસ્ટ્રાર ખરેખર બીમાર પડ્યા કે પડદા પાછળ ખેલાયો મોટો ખેલ?

Rajpipla APMC Election Postponed: નર્મદાના રાજપીપળા APMCની ચૂંટણી છેલ્લી ઘડીએ અચાનક મુલતવી રાખવામાં આવી છે, ત્યારે રાજકીય અટકળો જોવા મળી રહી છે. રાજપીપલા APMCના પ્રમુખની ચૂંટણી જિલ્લા રજિસ્ટ્રાર બીમાર હોવાનું કારણ બંધ રાખી હોવાનું જણાવાય છે.

રાજપીપળા APMCની ચૂંટણી છેલ્લી ઘડીએ મુલતવી!

રાજપીપળા APMCની ચૂંટણીને લઈને શુક્રવારે(10 જુલાઈ) નવા પ્રમુખ માટે મેન્ડેટ આવવાનો હતો, પરંતુ ચૂંટણી અચાનક મુલતવી રખાતા મેન્ડેટ આવ્યો નહોતો. આમ, ચૂંટણી કેમ મુલતવી રાખવામાં આવી? ચૂંટણી હાલ પૂરતી બંધ રાખવા પાછળ કોઈ મોટું રાજકારણ રમાઈ રહ્યું છે કેમ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજપીપળા APMC 16 સભ્યોનું બોર્ડ છે. જેમાં 16 પૈકી 12 સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે 4 સભ્યો ગેરહાજર રહ્યા હતા.