મરાઠા અનામત મુદ્દે યુવકની આત્મહત્યાઃ રસ્તા પર મૃતદેહ રાખી આંદોલન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લાતુરમાં રોષ ફેલાયો, રસ્તા રોકો આંદોલન
પરિવારના એક સભ્યને સરકારી નોકરી અને મરાઠા સમુદાયના સભ્યોને કુણબી જાતિ પ્રમાણપત્રોની માંગ
મુંબઈ - લાતુર જિલ્લામાં એક વ્યક્તિએ કથિત રીતે મરાઠા અનામતના મુદ્દા પર આત્મહત્યા કરી લીધી હતી. જેના કારણે ગ્રામજનોએ રસ્તો રોકો આંદોલન કર્યું હતું.
આ ઘટના મરાઠા ક્વોટા કાર્યકર્તા મનોજ જરાંગેની ભૂખ હડતાળ વચ્ચે બની હતી.
પોલીસે જણાવ્યું હતું કે શિરુર અનંતપાલ તાલુકાના સુમથાણા ગામમાં સુનિલ વિનાયક બિરાજદાર બપોરે લગભગ ૩ વાગ્યે કૂવામાં કૂદી પડયો હતો.
ગ્રામજનોએ દાવો કર્યો હતો કે બિરાજદાર દ્વારા લખવામાં આવેલી એક સ્યુસાઇડ નોટમાં તેણે મરાઠા અનામત માટે પોતાનું જીવન સમાપ્ત કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
આ બનાવ બાદ પરિવારના સભ્યો અને ગ્રામજનોએ સાંજે લગભગ ૭ વાગ્યે ઉદગીર-લાતુર રોડ પર સુનિલનો મૃતદેહ રાખ્યો હતો. જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. મોડી રાત સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું હતું.
વિરોધીઓએ બિરાજદારના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની લેખિત ખાતરી અને મરાઠા સમુદાયના સભ્યોને કુણબી જાતિ પ્રમાણપત્રો આપવા અંગે લેખિત નિર્ણય લેવાની માંગ કરી હતી.
તેમણે કહ્યું કે ત્યાં સુધી તેઓ મૃતદેહને ખસેડશે નહીં અને અંતિમ સંસ્કાર કરશે નહીં.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસ અને વહીવટી અધિકારીઓ પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.




