થાણેના અનેક વિસ્તારોમાં ૩૬ કલાક પાણી પુરવઠો સંપૂર્ણ બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ટોટલ વોટર કરફ્યુથી લોકોને હાલાકી
ગુરુવારે મધરાતે ૧૨ વાગ્યાથી પાણી કાપનો અમલ ઃ શનિવારે બપોરે ૧૨ વાગ્યાથી પાણી ચાલુ થશે
મુંબઈ - થાણે અને આસપાસના અનેક વિસ્તારોમાં ગુરુવારે મધરાતે ૧૨ વાગ્યાથી શનિવારે બપોરે ૧૨ વાગ્યા સુધી ૧૦૦ ટકા પાણીકાપના અમલને કારણે થાણેવાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે.
થાણે મહાનગરપાલિકા અને એમઆઇડીસી (મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) તરફથી સત્તાવાર રીતે કરવામાં આવેલી ટોટલ શટડાઉનની જાહેરાતમાં જણાવાયા મુજબ જાંબુલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મેઇન્ટેનન્સનું મહત્ત્વનું કામ હાથ ધરવા માટે ૩૬ કલાક માટે મુખ્ય પાઇપ લાઇનો દ્વારા થતો પાણીનો પુરવઠો સંપૂર્ણ રીતે અટકાવી દેવામાં આવ્યો છે.
૧૦૦ ટકા પાણીકાપની અસર દિવા, કલવા, મુમ્બ્રા, થાણે-વાગલે એસ્ટેટ, માજીવાડા, માનપાડા, કોલશેત સહિતના અનેક વિસ્તારોને થશે. એટલે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ તરફથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે ટેન્કરના પાણીનો પીવામાં અને ઘરેલું વપરાશમાં જ થઈ શકશે. ૩૬ કલાક દરમિયાન વાહનો ધોવામાં અથવા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આ ટેન્કરના પાણીનો ઉપયોગ થઈ નહીં શકે.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને વોટર ટેન્કરોનું રેટ-કાર્ડ (દરપત્રક) બહાર પાડયું છે. એટલે જો કોઈ ટેન્કરવાળા કટોકટીની સ્થિતિનો લાભ લઈ વધુ પૈસાની માગણી કરે તો પાલિકાના પાણી પુરવઠા વિભાગમાં ફરિયાદ કરવાનું નાગરિકોને જણાવાયું છે.
આવતી કાલે (શનિવારે) બપોરે પાણીનો પુરવઠો શરૃ થયા પછી પણ ઓછા દબાણ સાથે પાણી આવશે. રવિવાર સુધી આ રીતે પાણીનું દબાણ ઓછું રહેશે એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.




