Mumbai

ઉર્મિલા માતોંડકરનું ઓટીટી દ્વારા એક્ટિંગમાં કમબેક

By GS Team
21 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈ: અભિનેત્રી ઉર્મિલા માતોંડકર 2018 પછી હવે અભિનયમાં પુનરાગમન કરી રહી છે. તે આવતા વર્ષે બે વેબ સિરીઝમાં જોવા મળશે. એકમાં તે પ્રિન્સિપાલની ભૂમિકામાં છે, જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. બીજી સિરીઝ 'તિવારી' ફેબ્રુઆરીમાં OTT પર આવશે, જેમાં ઉર્મિલા 14 વર્ષની કેદ ભોગવી ગુનેગારને શોધી કાઢે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉર્મિલા માતોંડકરનું ઓટીટી દ્વારા   એક્ટિંગમાં કમબેક

છેલ્લે ૨૦૧૮માં બ્લેકમેઇલના ગીતમાં દેખાઇ હતી     

આવતાં વર્ષે ઉર્મિલા અલગ અલગ બે વેબ સીરિઝમાં જોવા મળશે                                                                                

મુંબઇ -  ઉર્મિલા માતોંડકર એક્ટિંગમાં કમબેક કરી રહી છે. તે એક વેબ શોમાં પ્રિન્સિપાલની ભૂમિકામાં દેખાશે. ધી વાઈરલ ફિવર દ્વારા આ સીરિઝ બનાવાઈ રહી છે.

આ વેબ સિરિઝનું શૂટિંગ શરૃ થઇ ચૂક્યુ છે અને તેને ૨૦૨૭ની મધ્યમાં સ્ટ્રિમ કરવાની નેમ છે. આ વેબ સિરિઝનું લેખન પુનિત બાત્રા કરી રહ્યા છે જ્યારે દિગ્દર્શનની જવાબદારી દિવ્યાંશુ મલ્હોત્રા સંભાળી રહ્યા છે. આ બંને જણાં અગાઉ ૨૦૧૮માં ટીવીએફની ફ્લેમ્સમાં સાથે કામ કરી ચૂક્યા છે. પુનીત બાત્રા લિખિત 'કોટા ફેક્ટરી' સિરિઝ હીટ નીવડી હતી.

જો કે, ઉર્મિલા માતોંડકરની અન્ય એક સિરિઝ તિવારી ફેબુ્રઆરીમાં ઓટીટી પર આવી રહી છે. સૌરભ વર્મા દ્વારા નિર્દેશિત ૧૪ એપિસોડની આ સિરિઝમાં ઉર્મિલાએ એક એવી યુવતીની ભૂમિકા ભજવી છે જે તેણે ન કરેલાં ગુના માટે ૧૪ વર્ષની કેદ ભોગવી બહાર આવી તેને ફસાવનારને શોધે છે.