Mumbai

ડીજીસીએના બે વરિ અધિકારી અઢી લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં CBIએ DGCAના ડેપ્યુટી ડિરેક્ટર સુશીલ કુમાર ગર્ગ અને SK ભાનેની ધરપકડ કરી છે. તાલીમી વિમાનના એરવર્ધીનેસ પ્રમાણપત્ર માટે ₹2.5 લાખની લાંચ માંગવાનો આરોપ છે. સલામતી ખામીઓ છતાં અનુકૂળ રિપોર્ટ આપવા માટે આ લાંચ લેવાઈ હતી. CBIએ મુંબઈ, સાલેમ અને ચેન્નાઈમાં વધુ તપાસ હાથ ધરી છે, જે હવાઈ સલામતીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડીજીસીએના બે વરિ અધિકારી અઢી લાખની  લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

તાલીમી વિમાનને સર્ટિ. માટે લાંચ માગી

ઉડ્ડયન સલામતી માટે જવાબદાર સંસ્થાના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં લીન

મુંબઈ -      સીબીઆઈએ ભારતની હવાઈ સલામતી માટે જવાબદાર ડીજીસીએના ડેપ્યુટી ડિરેક્ટર સુશીલ કુમાર ગર્ગ અને એક એર ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર એસ.કે. ભાનેની વિમાનના એરવર્ધીનેસ  પ્રમાણપત્ર માટે રૃ. ૨.૫  લાખની લાંચ લેવાના આરોપસર ધરપકડ કરી છે. આ કેસની તપાસના ભાગ રૃપે મુંબઈ, સાલેમ  અને ચેન્નાઈમાં શોધખોળ હાથ ધરવામાં આવશે.

   સીબીઆઈએ આ કેસમાં ૩ ઓક્ટોબરે એફઆઈઆર દાખલ કરી હતી. તેના અનુસાર ગર્ગ કથિત રીતે વિમાનના ઉડ્ડયન યોગ્યતા પ્રમાણપત્રો માટે એક  એર ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન પાસેથી ગેરકાયદેસર પૈસા માંગી રહ્યા હતા. એવો આરોપ છે કે વિમાનમાં સલામતી ખામીઓ અને નિયમોનું પાલન ન હોવા છતાં અનુકૂળ રિપોર્ટ આપવા માટે લાંચ માંગવામાં આવી હતી.

   કલ્યાણ સ્થિત એર ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન કંપની  પાસે તાલીમ માટે સાત વિમાનો છે અને તેનો તાલીમ  બેઝ  સાલેમ એરપોર્ટ પર છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર ગર્ગે ૩૧ જુલાઈના રોજ કંપનીના વિમાનનું એરવર્ર્ધીનેસ ઓડિટ કરાવ્યું હતું. એફઆઈઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેણે ઓડિટ દરમિયાન જોવા મળેલી કેટલીક ખામીઓને અવગણીને અનુકૂળ રિપોર્ટ આપવાના બદલામાં લાંચ માંગી હતી.

  બીજી ઓક્ટોબરના રોજ ગર્ગ અને ભાને વચ્ચે કથિત લાંચ અંગે ચર્ચા થઈ હતી. સીબીઆઈએ દાવો કર્યો છે કે દરેક ઓડિટ વ્યવહાર માટે ૫૦ હજાર  રૃપિયા ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગર્ગે કથિત રીતે રૃ. ૨.૫  લાખની લાંચ લીધી હતી.

   ત્યારબાદ  સીબીઆઈએ બંનેની ધરપકડ કરી હતી. સીબીઆઈના એક અધિકારીએ માહિતી આપી છે કે આ કેસમાં વધુ તપાસ માટે સંબંધિત સ્થળોએ સર્ચ કરવામાં આવશે.

   ઉલ્લેખનીય છે કે આ વર્ષે ડીજીસીએ અધિકારીઓ સામે સીબીઆઈ દ્વારા તપાસ કરવાનો આ  ત્રીજો કેસ છે.