For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સલમાનના ઘર પર ગોળીનો વરસાદ કરવાની સૂચના હતી

Updated: Apr 26th, 2024

સલમાનના ઘર પર ગોળીનો વરસાદ કરવાની સૂચના હતી

આરોપીઓને  રિમાન્ડ માટે હાજર કરાતાં પોલીસ આપી માહિતી

પોલીસને ભરમાવવા આરોપીઓએ અનેકવાર કપડા બદલેલાઃ 29 એપ્રિલ સુધીની કસ્ટડી

મુંબઈ :  સલમાન ખાનના ઘર પર થયેલા ગોળીબાર પ્રકરણે નવી માહિતી પોલીસ રિમાન્ડ દ્વારા બહાર આવી છે. ખાનના ઘર પર ગોળીઓનો વરસાદ કરવાની સૂચના અપાઈ હતી. આરોપીઓને ૪૦ ગોળી છોડવાનો આદેશ અપાયો હતો. પણ આરોપીઓ માત્ર પાંચ ગોળી છોડી હતી. 

આ કેસમાં પકડાયેલા બે આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરાયા હતા ત્યારે પોલીસે આ માહિતી આપી હતી. સલમાનના ઘર પર પાંચ ગોળી છોડાઈ હતી અને ૧૭ રાઉન્ડ પોલીસે જપ્ત કર્યા હતા.

ગોળીબાર કરીને આરોપીઓ નાસી ગયા હતા પોલીસને ભરમાવવા અનેકવાર કપડા બદલ્યા હતા. બંને આરોપીઓ ઈન્ટરનેટ દ્વારા ત્રીજી વ્યક્તિના સંપર્કમાં હતા. એક મોબાઈલ વાઈફાઈ સાથે જોડાયેલો હતો. રાજસ્થાન, બિહાર અને હરિયાણાથી આરોપીઓને મદદ પૂરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. મદદ કરનારાની સોધ પોલીસ કરી રહી છે.

આરોપી સાગર પાલ અને વિકી ગુપ્તાને કોર્ટે ૨૯ એપ્રિલ સુધીની કસ્ટડી આપી છે. આથી પોલીસને વધુ માહિતી મળી શકશે.

સલમાનના ઘર પર ૧૪ એપ્રિલે  પરોઢિયે પાંચ વાગ્યે ગોળીબાર થયો હતો. આ બનાવની જવાબદારી ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ લીધી હતી. ઘટનાસ્થળથી થોડા અંતરે પોલીસને મોટરસાઈકલ મળી હતી. સીસીટીવી ફૂટેજ પરથી ઓળખીને પોલીસે ગુજરાતમાંથી આરોપીને પકડી પાડયા હતા.  પોલીસે આ કેસમાં બિશ્નોઈ બંધુને આરોપી કર્યા છે.

સલમાનના ઘરે ફાયરિંગ કરવા પિસ્તોલ પહોંચાડનારા બેની પંજાબથી ધરપકડ

પનવેલમાં રોકાયેલા બન્ને આરોપીએ પિસ્તોલ ચેક કરવા બે ગોળી ફાયર કરી

બાંદરામાં અભિનેતા સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગોળીબારના સંબંધમાં પંજાબથી બે યુવકની ધરપકડ કરવામાં આવી છે. તેમને શૂટરને પિસ્તોલ  અને કારતૂસ  આપી હતી, બન્નેને પકડીને મુંબઈ લાવવાની કાર્યવાહી કરાઈ હતી.

બાંદરામાં સલમાનના નિવાસસ્થાનની બહાર ૧૪ એપ્રિલના વહેલી સવારે બાઈક પર આવેલા વિકી ગુપ્તા (ઉ.વ.૨૪) અને સાગર પાલ (ઉ.વ.૨૧)એ પિસ્તોલમાંથીસ પાંચ રાઉન્ડ ફાયર કર્યા હતા. સદનસીબે ગોળીબારમાં કોઈને ઈજા થઈ નહોતી.  પોલીસે આ ચકચારજનક કેસમાં કચ્છમાં માતાના મઢના બન્ને શૂટરની ધરપકડ કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૯ના સિનિયર પોલીસ ઈન્સ્પેકટર દયા નાયકે જણાવ્યું  હતું કે બન્ને શૂટરને  આરોપી સુભાષ ચંદર (ઉ.વ.૩૭) અને અનુજ થાપન (ઉ.વ.૩૨) દ્વારા શસ્ત્રો અને કારતૂસ આપવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે બન્નેની ઉત્તર પંજાબથી ધરપકડ કરી હતી. તેમને શુક્રવારે  મુંબઈની કોર્ટમાં  હાજર કરવામાં  આવશે.

પનવેલમાં ૧૫ માર્ચે તેમણે શૂટરને બે દેશી બનાવટની પિસ્તોલ અનિે ૩૮ જીવંત કારતૂસ આપવા માટે આવ્યા હતા. પનવેલમાં શૂટરના  ભાડાના ઘરમાં બન્ને ૩ કલાક રોકાયા હતા. પિસ્તોલ ચેક કરવા ચંદર અને થાપને ૪૦માંથી બે ગોળી ફાયર કરી હતી.

ખાનના ઘરની બહાર ગોળાબીર કરવા પાછળ શૂટરને ઉદ્દેશ્ય આંતક ઊભો કરવાનો હતો.

પોલીસ કસ્ટડીમાં  પૂછપરછ દરમિયાન આરોપી વિકી ગુપ્તા અને સાગર પાસે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના  અધિકારીઓને માહિતી આપી હતી કે ફાયરિંગ કરવાના ચાર દિવસ પહેલાં સલમાનના પનવેલ ખાતાના વિશાળ ફાર્મ હાઉસની રેકી કરી હતી.

બન્ને આરોપી મૂળ બિહારના વતની છે પનવેલમાં સલમાનના ફાર્મ હાઉસથી અંદાજે ૧૦ કિ.મી. દૂર આવેલા હરિગ્રામ વિસ્તારમાં તેમણે એક ઘર ભાડે રાખ્યું હતું.

બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં તેના મૂળ ગામમાં ગોળીબારની તાલિમ લીધી હતી. મુંબઈ પોલીસે  વિકી ગુપ્તાના નાનાભાઈ સોનું ગુપ્તા (ઉ.વ.૧૯)ને ચંદીગઢથી પકડયો હતો. આ ગુનામાં  તેની સંભવિત ભૂમિકાની તપાસ  હાથ ધરવામાં આવી હતી.

મુંબઈથી નાસી ગયા બાદ શૂટરે માતાના મઢ જતી વખતે સુરતમાં તાપી નદીમાં  બન્ને પિસ્તોલ અને કારતૂસ ફેંકી દીધા  હતા.  પોલીસે નદીમાં કલાકોની શોધખોળ બાદ બે પિસ્તોલ, કારતૂસો, મેગેઝિન જપ્ત કરી હતી.


Gujarat