Mumbai

શ્રદ્ધાની માહિતી માટે ૫૦ હજારનું ઈનામ હતું લખનૌના ઉદ્યોગપતિની હત્યામાં ફરાર મોડલ શ્રદ્ધા નાગપુરથી ઝડપાઈ

By GS Team
21 Oct 20263 mins read
TukuTouch Logo
લખનૌના કાફે માલિક શિવ શર્માની હત્યા કેસમાં ફરાર ફેશન મોડેલ શ્રદ્ધા દુબે, તેની બહેન રશ્મિ અને ડ્રાઈવર તનવીરને મુંબઈથી 11 દિવસ બાદ ઝડપી પાડવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ STF અને લખનૌ પોલીસે નાગપુરના વર્ધા રોડ પરના ફ્લેટમાંથી ત્રણેયને ઝડપ્યા. શર્માની માતાએ હત્યાનો આરોપ લગાવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રદ્ધાની માહિતી માટે ૫૦ હજારનું ઈનામ હતું લખનૌના ઉદ્યોગપતિની હત્યામાં ફરાર મોડલ શ્રદ્ધા નાગપુરથી ઝડપાઈ

૧૧ દિવસથી ફરાર શ્રદ્ધા સાથે તેની બહેન રશ્મિ અને ડ્રાઇવર તનવીર પણ એક ફલેટમાંથી ઝડપાયાં

મુંબઈ  -  લખનૌમાં  એક કાફેના માલિક શિવ શર્માની કથિત હત્યાની મુખ્ય આરોપી ફેશન મોડેલ શ્રદ્ધા દુબેની ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) અને લખનૌ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા મંગળવારે નાગપુરથી ધરપકડ કરવામાં આવી હતી. એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ૧૧ દિવસથી ફરાર દુબે નાગપુર શહેરના વર્ધા રોડ પર સ્થિત એક ફ્લેટમાં છુપાયેલી હતી ત્યારે બપોરે ૩.૩૦ વાગ્યે ટીમ દ્વારા તેને શોધી કાઢવામાં આવી અને પકડી લેવામાં આવી હતી.

તેમણે  જણાવ્યું હતું કે નાગપુર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ૩૧ વર્ષીય મોડેલને શોધવા અને પકડવામાં ઉત્તર પ્રદેશ એસટીએફ અને લખનૌ પોલીસને મદદ કરી હતી. નાગપુર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દીપક અગ્રવાલે દુબેની ધરપકડની પુષ્ટિ કરી હતી.

ઉત્તર પ્રદેશની  રાજધાનીના હઝરતગંજના બાલુ અડ્ડા વિસ્તારમાં ૯ ઓક્ટોબરના રોજ એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગની બાલ્કનીમાંથી શિવ શર્મા નીચે પડી ગયા હોવાનો આરોપ છે. શર્માની ભાગીદાર દુબે, તેની બહેન અને તેમનો ડ્રાઇવર આ કેસમાં મુખ્ય આરોપી છે, આ ઘટના હત્યાની હોવાની શંકાના આધારે તપાસ થઈ રહી છે.

આ  ઘટના બાદ શર્માની કથિત લિવ-ઇન પાર્ટનર દુબે, ૯ ઓક્ટોબરથી ફરાર હતી. શર્માની માતા રંજના શર્માએ આ ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમના પુત્રની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ કર્યો હતો.

લખના ૈ પોલીસે દુબે, તેની બહેન રશ્મિ અને અન્ય આરોપી તનવીર અલી ઉર્ફે દાનિશની ધરપકડ કરવા માટે માહિતી આપનાર પ્રત્યેકને પચ્ચીસ  હજાર રૃપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. બાદમાં આ ઇનામ વધારીને ૫૦ હજાર રૃપિયા કરવામાં આવ્યું હતું.

રવિવાર ે શ્રદ્ધા સાથેના ઇન્ટરવ્યુનો વીડિયો સામે આવ્યા બાદ આ કેસે વધુ ઘ્યાન ખેંચ્યું હતું. અગાઉ સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વીડિયોમાં, દુબેએ શર્માના મૃત્યુમાં સંડોવણીનો ઇનકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેણે આથક તંગીને કારણે આત્મહત્યા કરી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે શર્મા ૧૫ લાખથી ૨૦ લાખ રૃપિયાના દેવા હેઠળ હતો અને જો તે પૈસા ચૂકવી નહીં શકે તો તેણે પોતાનું જીવન ટૂંકાવી દેવાની વાત કરી હતી.

આ  ઘટના તરફ દોરી જતી ઘટનાઓના પોતાના વર્ણનમાં, દુબેએ દાવો કર્યો હતો કે ૯ ઓક્ટોબરના રોજ શર્મા તેના નિવાસસ્થાનના બાથરૃમમાં ગયો અને દરવાજો બંધ કરી દીધો હતો. તેઓ મળીને  દરવાજો ખોલે  તે પહેલા, શર્મા બાલ્કનીમાંથી કૂદી ગયો હતો.

દુબેઅ ે કહ્યું છે કે સીસીટીવી ફૂટેજની મદદથી શું થયું તે સ્થાપિત કરવામાં મદદ મળશે. તેણે શર્મા પર  હુમલો કરવામાં આવ્યો હોવાના આરોપોને નકારી કાઢયા છે. દુબેએ એવો પણ દાવો કર્યો છે કે તેણે શર્માનો ફોન પોલીસને આપ્યો હતો, કહ્યું હતું કે તેની મદદથી શર્માના શાહુકારો સાથેના  સંપર્કો બાબતની માહિતી મેળવવામાં મદદ મળી શકે છે.

લખનૌમાં  એક એપાર્ટમેન્ટમાંથી શર્મા પડી ગયા પછી શરૃઆતમાં આ કેસને આકસ્મિક મૃત્યુ તરીકે જોવામાં આવ્યો હતો. તેના પરિવારે આરોપ લગાવ્યો હતો કે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ઇમારતમાંથી ફેંકી દેવામાં આવ્યો હતો તે પછી આ  કેસ હત્યાની તપાસમાં ફેરવાઈ ગયો હતો.

હઝરતગંજ  પોલીસે દુબે, તેની બહેન રશ્મિ, તેમના ડ્રાઇવર અને બે અન્ય લોકો સામે હત્યાનો ગુનો નોંઘ્યો છે.

શર્માની  માતા રંજનાએ વારંવાર આરોપીની ધરપકડની માંગ કરી છે અને દુબેના દાવા પર સવાલ ઉઠાવ્યા છે કે તેના પુત્રનું મૃત્યુ આત્મહત્યાથી થયું છે, અને પૂછયું છે કે તેણે આ વાત પહેલા પોલીસને કેમ જણાવી ન હતી.