Mumbai

વંદે માતરમ્ રાષ્ટ્ર વંદના અંતર્ગત દેશભક્તિના ગીતોના તાલે યુવાધન રાષ્ટ્ર ભાવનામાં રંગાયું

By GS Team
14 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગર: મ.કૃ. ભાવનગર યુનિવર્સિટી દ્વારા વંદે માતરમ્ રાષ્ટ્ર વંદના સપ્તાહ અંતર્ગત અટલ ઓડિટોરીયમમાં દેશભક્તિ ગીતોનો રંગારંગ કાર્યક્રમ યોજાયો. શામળદાસ કોલેજના યજમાનપદે યોજાયેલા આ કાર્યક્રમમાં યુવાધન દેશભક્તિના રંગે રંગાયું હતું. વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી કલાત્મક પેઇન્ટિંગ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની, જ્યારે રાષ્ટ્રપ્રેમની ભાવનાથી સમગ્ર ઓડિટોરિયમ ગુંજી ઉઠ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વંદે માતરમ્ રાષ્ટ્ર વંદના અંતર્ગત દેશભક્તિના ગીતોના તાલે યુવાધન રાષ્ટ્ર ભાવનામાં રંગાયું

સુરોમાં રાષ્ટ્રપ્રેમ, હાથમાં તિરંગો અને હૃદયમાં દેશભક્તિ

અટલ ઓડિટોરીયમમાં દેશભક્તિના ગીતોનો રંગારંગ કાર્યક્રમ તિરંગા લહેરાયા

ભાવનગર -  મ.કૃ.ભાવનગર યુનિવર્સિટી દ્વારા વંદે માતરમ્ રાષ્ટ્ર વંદના સપ્તાહ અંતર્ગત પાંચમાં દિવસે અટલ ઓડિટોરીયમમાં દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં યુવાધન દેશભક્તિના રંગે રંગાયું હતું.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગુજરાત સરકાર, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તા.૯ ઓગસ્ટથી તા.૧૫ ઓગસ્ટ દરમિયાન વંદે માતરમ્ થીમ હેઠળ રાષ્ટ્ર વંદના સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના આજે પાંચમાં દિવસે યુનિવર્સિટીના અટલ ઓડિટોરીયમ ખાતે શામળદાસ કોલેજના યજમાન પદે દેશભક્તિ ગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્ર વંદના સપ્તાહ દરમિયાન યુનિવર્સિટી દ્વારા મહાનુભાવોના સ્વાગત માટે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ કલાત્મક પેઇન્ટિંગ કૃતિઓ ભેટ સ્વરૃપમાં આપવામાં આવી રહી છે. જે વિદ્યાર્થીઓની સર્જનાત્મક્તા અને કલાપ્રતિભાને પ્રોત્સાહન આપતી આ પહેલ સમગ્ર સપ્તાહિક કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની રહી છે. દેશભક્તિની ભાવના અને રાષ્ટ્રપ્રેમની લાગણીથી સમગ્ર અટલ ઓડિટોરિયમ ગુંજી ઉઠયું હતું.