Mumbai

લીંબુની કિંમત આસમાને એક નંગની કિંમત ૧૫ રૃપિયા

By GS Team
9 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. એક નાનું લીંબુ 10 રૂપિયામાં અને મોટું લીંબુ 15 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. દુષ્કાળ જેવી સ્થિતિને કારણે મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં લીંબુનું ઉત્પાદન ઘટ્યું છે. APMC માર્કેટમાં હોલસેલ ભાવ 70 થી 150 રૂપિયા પ્રતિ કિલો છે. હાલ આંધ્ર પ્રદેશમાંથી લીંબુ આવી રહ્યા છે. મોસંબી લીંબુ કરતાં સસ્તી મળી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લીંબુની કિંમત આસમાને એક નંગની કિંમત ૧૫ રૃપિયા

ભાવમાં લીંબુ ઉછાળ વધારો

દુકાળની સ્થિતિની માઠી આસર ઃ લીંબુ કરતાં મોસંબી સસ્તી મળી રહી છે

મુંબઇ  -  લીંબુના ભાવમાં લીંબુ ઉછાળ વધારો થયો છે એમ કહી શકાય સાવ નાના એક લીંબુના ૧૦ રૃપિયા અને મોટા લીબુંના ૧૫ રૃપિયા થઇ ગયા છે. મહારાષ્ટ્ર સહિત દેશના અનેક ભાગોમાં દુકાળ જેવી સ્થિતિની માઠી આસર લીબુંના ઉત્પાદન પર પડી છે.

નવી મુંબઇની એ.પી.એમ.સી. માર્કેટમાં લીંબુનો હોલસેલનો ભાવ ૭૦ થી ૧૫૦ રૃપિયે કિલોની આસપાસ છે. આ જ લીંબુ છૂટક બજારમાં સાઇઝ પ્રમાણે ૧૦ થી ૧૫ રૃપિયાનું એક વેંચાય છે. લીબુ કરતા મોસંબી સસ્તી થઇ ગઇ છે. નાની સાઇઝની મોસંબીની દસેક નંગની કોથળી ૫૦ રૃપિયે વેંચાય છે.

મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દક્ષિણના રાજ્યોમાં લીંબુનું ઉત્પાદન ઘટતાં ભાવ ઉંચે ચડતા જાય છે. ભાજીપાલા માર્કેટના વેપારીઓએ વ્યક્ત કરેલા અંદાજ મુજબ આવતા ચોમાસા સુધી ભાવ ઘટવાની શક્યતા નથી.

દર વર્ષે જૂનથી ફેબુ્રઆરી દરમ્યાન અહિલ્યાનગર, સોલાપુર અને વિદર્ભથી  મુંબઇમાં લીંબુની મોટા પ્રમાણમાં આવક ચાલું રહેતી હોય છે. પરંતુ આ વખતે ઓકટોબર મહિનાની શરૃઆતથી જ આવકમાં ધરખમ ઘટાડો થયો છે. અત્યારે આંધ્ર પ્રદેશમાંથી લીબુ આવી રહ્યાં છે. અહિલ્યાનગર બાજુથી નવેમ્બરમાં લીંબુ આવવા માંડે એવી શક્યતા છે.