Mumbai

ટેટૂમાં વપરાતી શાહીથી એલર્જી થઈ શકે ઃ ચેપી સોયથી અનેક જોખમ

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં પૂર્વ મેયર ડો. શુભા રાઉલે FDA કમિશનર તુકારામ મુંઢેને પત્ર લખી ટેટૂ શાહીની ગુણવત્તા અને સેન્ટરોની સામગ્રી તપાસવા માંગ કરી છે. ટેટૂ શાહીમાં હાનિકારક કેમિકલ અને અસ્વચ્છ સોયથી ત્વચા એલર્જી-ચેપનું જોખમ વધે છે. તેમણે ટેટૂ સેન્ટરો માટે સલામતી માર્ગદર્શિકા અને કડક નિયંત્રણોની તાત્કાલિક અમલવારી પર ભાર મૂક્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેટૂમાં વપરાતી શાહીથી એલર્જી થઈ શકે ઃ ચેપી સોયથી  અનેક જોખમ

ટેટૂની શાહીની તપાસ કરવા એફડીએને રજૂઆત

ઠેર ઠેર શરુ થઈ ગયેલાં ટેટૂ સેન્ટરોની સામગ્રી ચકાસવા માગણી

મુંબઈ  -  હાલ શરીર પર ટટૂ કરાવવાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. મોલ, સ્પા, સલૂનથી લઈને પ્રવાસન સ્થળો સુધી અનેક જગ્યાએ ટટૂ સેન્ટરો જોવા મળે છે. જોકે, શોખ ખાતર શરીર પર ટટૂ કરાવતા પહેલાં તેની સલામતી અંગે પૂરતી તકેદારી રાખવી જરૃરી છે. ટટૂ માટે વપરાતી શાહી અને સોયની ગુણવત્તા તથા સ્વચ્છતા અંગે બેદરકારી રાખવામાં આવે તો ત્વચાની એલર્જી અને ચેપ સહિતની ગંભીર આરોગ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

             આ મુદ્દે મુંબઈના પૂર્વ મેયર ડા. શુભા રાઉલે મહારાષ્ટ્રના અન્ન અને ઔષધ પ્રશાસન એટલે કે એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન)ના કમિશનર તુકારામ મુંઢેને પત્ર લખ્યો છે. તેમણે ટટૂ શાહીના ઉત્પાદન અને ઉપયોગ પર કડક નિયંત્રણ લાવવા તેમજ ટટૂ સેન્ટરો માટે તાત્કાલિક સલામતી માર્ગદશકા જાહેર કરવાની માગ કરી છે     

    રાઉલે પોતાના પત્રમાં ટટૂ ઇંકમાં ક્રોમિયમ, આર્સેનિક અને સેલેનિયમ સહિતની ભારે કેમિકલ હોવાના અહેવાલોનો ઉલ્લેખ કર્યો છે. તેમણેટટૂ ઇંકમાં ફેનિલિનડાયામાઇન (પીપીડીઈ) જેવા કેમિકલ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે, જેનાથી ત્વચા પર એલર્જી, સોજો અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે.

        ટેટૂ  બનાવતી વખતે સોય ત્વચામાં વારંવાર પ્રવેશે છે. તેથી નવી અને જીવાણુરહિત ડિસ્પોઝેબલ સોયનો ઉપયોગ તથા સાધનોનું યોગ્ય સ્ટેરિલાઇઝેશન અત્યંત જરૃરી છે. જો સ્વચ્છતાના નિયમોનું પાલન ન થાય તો લોહીથી ફેલાતા ચેપનું જોખમ ઊભું થઈ શકે છે. તેમાં એચઆઇવી સહિતના ગંભીર ચેપનો પણ સમાવેશ થઈ શકે છે.

            ટટૂ બનાવતા આટસ્ટને યોગ્ય તાલીમ અને સેન્ટરમાં સ્વચ્છતાના નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે પણ દેખરેખ જરૃરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.  

          કેન્દ્ર સરકાર તથા ડ્રગ કંટ્રોલર જનરલ આફ ઇન્ડિયા (ડીસીજીઆઇ) દ્વારા ટટૂ ઇંક માટે સ્પષ્ટ સલામતી ધોરણો નક્કી કરવાની તેમણે માગ કરી છે. આ સાથે રાજ્યના એફડીએના નિયંત્રણ હેઠળ ટટૂ સેન્ટરો માટે યોગ્ય નિયમો અને દેખરેખની વ્યવસ્થા ઊભી કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

                ટટૂ કરાવતા લોકોને સંભવિત જોખમોની જાણ થાય તે માટે દરેક ટટૂ સેન્ટર અને સલૂનમાં સાવધાન થ ટટૂના સંભવિત આરોગ્ય જોખમોદ અંગેનું ચેતવણી બોર્ડ ફરજિયાત મૂકવાની પણ માગ કરવામાં આવી છે.