તામ્હિણી ઘાટમાં સતત ત્રીજાં વર્ષે ૯૦૦૦ મિમી વરસાદનો રેકોર્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભારતનું મહત્તમ વરસાદ ધરાવતું સ્થળ બન્યું
તામ્હિણીની સરેરાશ ૫૦૦૦થી ૬૫૦૦ મિમી ગણાતી હતી પણ ૩ વર્ષથી રેકોર્ડ તૂટે છે
મુંબઈ - મહારાષ્ટ્રના વેસ્ટર્ન ઘાટમાં આવેલા તામ્હિણી ઘાટ ખાતે મોસમનો કુલ વરસાદ ૯૦૧૮ મિમી થઈ ગયો છે. આજે સવાર સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં તામ્હિણીમાં વધુ ૩૦ મિમી વરસાદ થયો હતો. આ સાથે અહીં સીઝનના કુલ વરસાદે ૯૦૦૦ મિમીની સપાટી વટાવી હતી.
તામ્હિણીની સીઝનના વરસાદની સરેરાશ ૫૦૦૦થી ૬૫૦૦ મિમી મનાય છે. જોકે, છેલ્લાં ત્રણ વર્ષથી અહીં વરસાદ ૯૦૦૦ મિમીની સપાટી વટાવી રહ્યો છે. અગાઉ ૨૦૨૪ અને ૨૦૨૫માં પણ અહીં સીઝનનો ૯૦૦૦ મિમીથી વધુ વરસાદ થયો હતો. આ સાથે તામ્હિણી મેઘાલયનાં ચેરાપુંજી તથા માવસીન્રામ કરતાં પણ વધારે વરસાદ સાથે ભારતનું મહત્તમ વરસાદ પ્રાપ્ત કરનાર સ્થળ બન્યું છે.




