Mumbai

મુંબઈ એરપોર્ટ પર બે કરોડના ગાંજા સાથે સુરતનો યુવક ઝડપાયો

By GS Team
11 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે સુરતના અભિષેકને બેંગકોકથી 6.6 કિલો ગાંજાની તસ્કરી કરતા ઝડપી પાડ્યો. તેની ટ્રોલી બેગમાંથી આઠ પ્લાસ્ટિક પેકેટોમાં ₹2 કરોડનો ગાંજો મળ્યો. નાણાકીય લાભ માટે કૃત્ય કર્યાની કબૂલાત બાદ અભિષેકની ધરપકડ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ એરપોર્ટ પર બે કરોડના ગાંજા સાથે સુરતનો યુવક ઝડપાયો

ટ્રોલી બેગમાંથી પ્લાસ્ટિકના આઠ  પેકેટો મળ્યા

પ્લાસ્ટિક બેગમાંથી ૬.૬ કિલો ગાંજો મળી આવ્યોેઃ નાણાંકીય લાભ માટે કૃત્ય કર્યું

મુંબઈ  -  મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે બેંગકોકથી કથિત રીતે ગાંજાની તસ્કરી કરવાના આરોપસર સુરતના રહેવાસી અભિષેકની ધરપકડ કરી હતી. કસ્ટમ્સ અધિકારીઓએ તેની ટ્રોલી બેગમાંથી કુલ ૬.૬ કિલો ગાંજો જપ્ત કર્યો હતો. જેની અંદાજિત કિંમત આશરે રુ.  બે કરોડ હોવાનું જણાવાયું હતું.

કસ્ટમ્સના  જણાવ્યા મુજબ, ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતાં બેંગકોકથી મુંબઈ પહોંચેલા અભિષેકને એરપોર્ટના અરાઇવલ હોલમાં રોકવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને એરપોર્ટના સીસીટીવી રૃમમાં લઈ જઈ તેની ટ્રોલી બેગની તપાસ કરવામાં આવી હતી. બેગની તપાસ દરમિયાન પ્લાસ્ટિકથી વેક્યૂમ-સીલ કરાયેલા આઠ પેકેટો મળી આવ્યા હતા. પેકેટોમાં લીલા રંગનો સૂકો પાંદડાવાળો પદાર્થ જોવા મળ્યો હતો.  જેની પ્રાથમિક તપાસ કરતા તે ગાંજો હોવાનું જાણવા મળ્યું હતું.

કસ્ટમ્સ અધિકારીઓએ જણાવ્યું કે પેકેટોમાં રહેલા પદાર્થનું કુલ વજન ૬.૬ કિલો હતું અને તેની કિંમત આશરે રુ. ૨ કરોડ આંકવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન અભિષેકનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ, તેણે  ગુનો કબૂલ્યો હતો અને નાણાકીય લાભ માટે આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.