સિદ્ધાર્થ મલ્હોત્રાનો પગ ભાંગ્યો, રમૂજી અંદાજમાં ફોટો શેર કયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જોકે, ક્યાં કેવી રીતે ઈજા થઈ તેની સ્પષ્ટતા નહીં ર્
સિદ્ધાર્થ કિઆરાએ વેકેશનની તસવીરો મૂક્યાના બીજા જ દિવસે સિદ્ધાર્થની પ્લાસ્ટર સાથેની તસવીર
મુંબઇ - સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેનો પગ ભાંગ્યો હોવાની તસવીર શેર કરી ચાહકોને ચોંકાવી દીધા હતા. બે દિવસ અગાઉ સિદ્ધાર્થ અને કિઆરાએ તેઓ ફરી માતા પિતા બનવા જઇ રહ્યા હોવાના સમાચાર જણાવ્યા હતા. ગઇકાલે બંને જણાંએ તેમના વેકેશનની તસવીરો શેર કરી હતી.
સિદ્ધાર્થ મલ્હોત્રાએ મુશ્કેલ સમયમાં પણ તેની હાસ્યવૃત્તિનો પરિચય આપતાં જણાવ્યું હતું કે મેં બ્રેક અ લેગ કહેવતને વધારે પડતી ગંભીરતાથી લઇ લીધી. અંગ્રેજીમાં કોઇને શુભેચ્છા આપવાની હોય ત્યારે બ્રેક એ લેગ કહેવતનો ઉપયોગ થાય છે. સિદ્ધાર્થે તેની ઇજા સાથે આ કહેવતને જોડી મજાકીયા અંદાજમાં પોતાની ઇજાની વાત શેર કરી હતી.
જો કે, આ ઇજા કેવી રીતે થઇ અને તેને સાજા થતાં કેટલો સમય લાગશે વગેરે માહિતી તેણે પોતાની પોસ્ટમાં જણાવી નથી. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થની ફિલ્મ 'ધ વન'ને પહેલાં અઠવાડિયામાં ૫૩.૬૦ કરોડ રૃપિયાની કમાણી થઇ હતી પણ બીજા અઠવાડિયામાં માંડ ૧૨.૨૦ કરોડ રૃપિયા જ રહી હતી.




