સોશિયલ મીડિયા પર અફવા વાયરલ થઈ
શક્તિ કપૂરે વિડીયો રીલિઝ કરતાં કહ્યુું, હું ખુશ અને સ્વસ્થ છું, ભરમાશો
નહિ
મુંબઇ
- સોશિયલ મીડિયા પર બોલિવુડના વિલન શક્તિ કપૂરનાં નિધનની અફવા ફેલાઈ હતી. શક્તિ કપૂર આ અફવાઓથી
ભારે નારાજ થયો હતો અને તેણે કહ્યું હતું કે પોતે આ માટે સંબંધિતો સામે કાનૂની પગલાં
ભરવાનો છે.
શક્તિ કપૂરે એક વિડીયો રીલિઝ
કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે
મારા વિશે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે. હું ખુશ અને સ્વસ્થ છું, આ
સમાચારોને અવગણવા વિનંતી છે. મારા માટે
આવી અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ મેં એકશન લેવાનો નિર્ણય કર્યો છે.
શક્તિ કપૂરે વધુમાં કહ્યું હતુ ંકે, આ અફવા સાવ ખોટી હોવાથી હું
સાઇબર ક્રાઈમમાં ફરિયાદ કરવાનો છું. અનેક લોકોએ શક્તિ કપૂરને સુદીર્ઘ જીવનની
શુભેચ્છા પાઠવી હતી.


