Mumbai

મોતની અફવા ફેલાતાં શક્તિ કપૂર નારાજ, કાનૂની પગલાંની ચિમકી

By GS Team
9 May 20261 min read
મોતની અફવા ફેલાતાં  શક્તિ કપૂર નારાજ,  કાનૂની પગલાંની ચિમકી

સોશિયલ મીડિયા પર અફવા વાયરલ થઈ  

શક્તિ કપૂરે વિડીયો રીલિઝ કરતાં કહ્યુું, હું  ખુશ અને સ્વસ્થ છું, ભરમાશો નહિ

મુંબઇ - સોશિયલ મીડિયા પર બોલિવુડના વિલન શક્તિ  કપૂરનાં નિધનની અફવા ફેલાઈ હતી. શક્તિ કપૂર આ અફવાઓથી ભારે નારાજ થયો હતો અને તેણે કહ્યું હતું કે પોતે આ માટે સંબંધિતો સામે કાનૂની પગલાં ભરવાનો છે.

શક્તિ કપૂરે એક વિડીયો રીલિઝ  કર્યો હતો. તેણે જણાવ્યું  હતું કે મારા વિશે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે. હું ખુશ અને સ્વસ્થ છું, આ સમાચારોને અવગણવા વિનંતી છે.  મારા માટે આવી અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ મેં એકશન લેવાનો નિર્ણય કર્યો છે.

શક્તિ કપૂરે વધુમાં કહ્યું હતુ ંકેઆ અફવા સાવ   ખોટી હોવાથી હું સાઇબર  ક્રાઈમમાં ફરિયાદ કરવાનો છું.  અનેક લોકોએ શક્તિ કપૂરને સુદીર્ઘ જીવનની શુભેચ્છા પાઠવી હતી.