Mumbai

પ્રિયદર્શને કાન પકડયા, અક્ષય સાથે કોઈ સિરિયસ ફિલ્મ નહીં કરુંં

By GS Team
28 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈ: 'હૈવાન' ફિલ્મ ફ્લોપ જતાં દિગ્દર્શક પ્રિયદર્શનને પોતાની ભૂલ સમજાઈ છે. તેમણે અક્ષયકુમાર સાથે હવે કદી ગંભીર ફિલ્મ ન બનાવવાનો નિર્ણય કર્યો છે. અક્ષય-પ્રિયદર્શનની જોડી કોમેડી ફિલ્મો માટે જાણીતી છે. તેમની આગામી હોરર કોમેડી 'ભૂતબંગલા'નું ભવિષ્ય પણ 'હૈવાન'ની નિષ્ફળતાને કારણે અંધકારમય લાગી રહ્યું છે. દર્શકો તેમને ગંભીર ભૂમિકામાં જોવા પસંદ કરતા નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રિયદર્શને કાન પકડયા, અક્ષય સાથે કોઈ સિરિયસ ફિલ્મ નહીં કરુંં

હૈવાન ફલોપ જતાં  પ્રિયદર્શનને ભૂલ સમજાણી

અક્ષયકુમાર અને પ્રિયદર્શનનું કોલબરેશન કોમેડીમાં જ ચાલે છે, ભૂતબંગલાનું ભાવિ અંધકારમય                                                                                     

મુંબઇ -  'હૈવાન' ફિલ્મ બોક્સ ઓફિસ પર ફલોપ જતાં તેના નિર્દેશક પ્રિયદર્શને હવે કાન  પકડયા છે કે તેઓ હવે અક્ષયકુમાર સાથે કદી ગંભીર ફિલ્મ બનાવશે નહીં. એક્ટર અક્ષય કુમાર અને ડાયરેક્ટર પ્રિયદર્શનની જોડી કોમેડી ફિલ્મો માટે દર્શકોમાં જાણીતી છે.

પ્રિયદર્શને જણાવ્યું હતું કે 'હૈવાન'ની નિષ્ફળતાએ ફરી પુરવાર કર્યું છે કે અમે ગંભીર વિષય પર ફિલ્મ કરીએ તો તે દર્શકોને ગમતી નથી. પ્રિયદર્શન અને અક્ષયની આગામી ફિલ્મ 'ભૂતબંગલા'માં હોરર કોમેડીનું મિશ્રણ છે. પરંતુ 'હૈવાન' ફલોપ જતાં 'ભૂતબંગલા'નું ભાવિ પણ અંધકારમય લાગવા માંડયુ છે.

અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીએ 'હેરાફેરી'થી માંડી 'ગરમ મસાલા'સુધી કમર્શિયલી સફળ કોમેડી ફિલ્મો આપી છે. આ કોમેડી ફિલ્મોને કારણે બંને જણાંની દર્શકોમાં એક ખાસ પ્રકારની ઓળખ બંધાઇ ગઇ હોવાથી દર્શકો કદાચ તેમને ગંભીર ફિલ્મોમાં જોવા માંગતા નથી. 'ભૂત બંગલા'માં અક્ષય કુમાર ઉપરાંત તબુ, પરેશ રાવલ અને વામિકા ગબ્બીની મુખ્ય ભૂમિકાઓ છે.