Mumbai

ડેન્ગીનો શિકાર બનેલી પૂનમ ધિલ્લોન હોસ્પિટલમાં સારવાર મેળવી રહી છે

By GS Team
22 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈ: સિને અને ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) ના પ્રમુખ પૂનમ ધિલ્લોન ડેન્ગ્યુનો શિકાર બન્યા છે. હાલ તેઓ બાંદ્રાની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની સારવાર ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેમને રજા અપાશે. તાજેતરમાં CINTAA કમિટીના સભ્યોના સામૂહિક રાજીનામાને કારણે તેઓ વિવાદમાં પણ સપડાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ડેન્ગીનો શિકાર બનેલી પૂનમ ધિલ્લોન હોસ્પિટલમાં સારવાર  મેળવી રહી છે

પૂનમ ધિલ્લોન ધ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનની પ્રમુખ તરીકે કામ કરે  છે                      

સિન્ટાની પ્રમુખ પૂનમ વિવાદમાં ફસાઇ હતી

મુંબઈ -  ટીવી એક્ટ્રેસ અવિકા ગોર, શ્વેતા તિવારી બાદ હવે ધ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટસ એસોસિએશન-સિન્ટાની પ્રમુખ પૂનમ ધિલ્લોન પણ ડેન્ગીનો શિકાર બની છે. પૂનમ ધિલ્લોન હાલ બાન્દ્રામાં એક જાણીતી હોસ્પિટલમાં ડેન્ગીની સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

છેલ્લા થોડા દિવસોથી પૂનમ ધિલ્લોન ડેન્ગીની સારવાર હેઠળ છે અને તેને ટૂંક સમયમાં રજા આપવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. તાજેતરમાં સિન્ટાની કમિટીના સભ્યોએ સામૂહિક રાજીનામાં આપી દેતાં મોટો વિવાદ થયો હતો. ઉપાસનાસિંહે આક્ષેપ કર્યો હતો કે જે પૂનમ ધિલ્લોન સાથે અસંમત થાય તેને શો કોઝ નોટીસો ફટકારવામાં આવે છે.

૧૯૭૯માં આવેલી ફિલ્મ નૂરીથી પૂનમ ધિલ્લોન હિન્દી ફિલ્મોમાં હિરોઇન તરીકે સ્થાપિત થઇ હતી. તેની જાણીતી ફિલ્મોમાં રેડ રોઝ, સોહની મહિવાલ, સવેરેવાલી ગાડી, નામ, દર્દ, એક ચાદર મૈલી સી અને માલામાલનો સમાવેશ થાય છે.