પાટેકરની સારવાર મળવામાં વિલંબ થયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બુધવારે રાતે બેથી અઢી વાગ્યે નાના પાટેકરને છાતીમાં દુઃખાવો શરુ થયો હતો. આખું શરીર પરસેવો પરસેવો થઈ ગયું હતું. એક મિત્રને મેસેજ કર્યો પરંતુ મોડી રાત હોવાથી મિત્રને તત્કાળ ખ્યાલ આવ્યો ન હતો. બાદમાં કેરટેકરે હોસ્પિટલ દોડી જઈ એમ્બ્યુલન્સ મગાવી હતી. તબીબી ટીમ ફલેટ પર પહોંચી ત્યારે નાના નિશ્ચેતન હાલતમાં જ હતા. રાતના સાડા ત્રણ વાગ્યાના અરસામાં જ તેમણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા. જોકે, તેમ છતાં પણ ડોક્ટરોએ સતત ૪૫ મિનિટ સુધી સીપીઆર આપી તેમનું હૃદય ફરી ધડકે તેવી પ્રયાસો તબીબી પ્રોટોકોલ પ્રમાણે કર્યા હતા. કદાચ રાતે તત્કાળ નાના પાટેકરને તબીબી સહાય મળી ગઈ હોત તો કદાચ તેમનું આયુષ્ય લંબાઈ શકે તેમ હતું.
મારા માટે ૧૨ મણ સૂકાં લાકડાં રાખ્યાં છે
નાના પાટેકરે કેટલાં વર્ષો પહેલાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારી સંપત્તિ રુપે મેં ૧૨ મણ સૂકાં લાકડાં તૈયાર રાખ્યાં છે. મારા અંતિમ સંસ્કાર વખતે આટલાં લાકડાંની જ જરુર પડશે. સૂૂકાં પણ એટલાં માટે કે લાકડાં ભીનાં હશે તો ધૂમાડો વધારે થશે અને લોકોની આંખમાં અનિચ્છાએ પણ આંસુ આવશે. એ વખતે કોઈનેય એવી ગેરસમજ ન થવી જોઈએ કે આ આંસુ મારા માટે છે.




