Mumbai

પંકજા મુંડેના પીએને પત્નીની આત્મહત્યાના કેસમાં જામીન

By GS Team
24 Feb 20261 min read
પંકજા મુંડેના પીએને પત્નીની આત્મહત્યાના કેસમાં જામીન

કેઈએમની ડેન્ટીસ્ટે ગળેફાંસો ખાધો હતો

 શંકા અને અટકળને આધારે કેસની આરોપીની દલીલઃ માનસિક-શારીરિક ત્રાસ આપ્યાનો પોલીસનો દાવો

મુંબઈ -  રાજ્યના પ્રધાન પંકજા મુંડેના પર્સનલ આસિસ્ટંટ અનંત ગરજેને સ્થાનિક કોર્ટે જામીન આપ્યા છે. ગત નવેમ્બરમાં ડેન્ટીસ્ટ પત્નીને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના આરોપસર ધરપકડ થઈ હતી. અતિરિક્ત સેશન્સ જજ રુપાલી પવારે જામની મંજૂર કર્યા હતા. વિગતવાર આદેશ ઉપલબ્ધ થયો નથી.

અરજીમાં ગરજેએ જણાવ્યું તું કે શંકા અને અટકળને આધારે પોતાની સામે કોઈ નક્કર હકીકત વિના કેસ કરાયો છે. પોલીસે અરજીનો વિરોધ કરીને જણાવ્યું હતું કે આરોપીએ પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાનું તપાસમાં જણાયું છે.

ગરજેની પત્ની ડો. ગૌરી પાલવે (૨૮)એ વરલી ખાતેના ફ્લેટમાં ૨૨ નવેમ્બરે ફાંસો ખાધો હતો. લગ્નના નવ મહિનામાં જ ઘરેલુ વિવાદને કારણ પગલું ભર્યાનો આરોપ હતો. કેઈએમ હોસ્પિટલમાં ડેન્ટીસ્ટ તરીકે કામ કરતી હતી. 

ગૌરીના પિતાની ફરિયાદને આધારે વરલી પોલીસે આત્મહત્યા માટે પ્રેરીત કરવાનો ગુનો નોંધીને ૨૪ નવેમ્બરે ગરજેની ધરપકડ કરી હતી.  ગરજેને લગ્નબાહ્ય સંબંધ હોવાનો પણ પાવલેના પરિવારે આરોપ કર્યો હતો. ગૌરીએ તેને પકડી પાડયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.