Mumbai

મુંબઇમાં કાંદાના ભાવમાં ભડકો ઃ ૮૦ રૃપિયે કિલો

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં ડુંગળીના ભાવ 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ઓછો વરસાદ અને માથાડીઓના 50 કિલોથી વધુ વજનની ગુણી ન ઉતારવાના નિર્ણયને કારણે APMC માર્કેટમાં ડુંગળીની આવક ઘટી છે. છેલ્લા ત્રણ દિવસથી બહારગામથી આવતી ટ્રકો મુંબઈ અને થાણેના બજારોમાં ખાલી થઈ રહી છે, જેનાથી સપ્લાય ઘટ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઇમાં કાંદાના ભાવમાં ભડકો ઃ ૮૦ રૃપિયે કિલો

 ૫૦ કિલોથી વધુની ગુણી ન ઉતારવાના માથાડીઓના નિર્ણયથી એપીએમસીમાં આવતો જથ્થો અટક્યો

મુંબઇ  -  મુંબઇમાં કાંદાના ભાવમાં ફરી ભડકાને કારણે સામાન્ય લોકોનું કિચન બજેટ હલબલી ગયું છે. રિટેલમાં ડુંગળીના ભાવ ૭૦ થી ૮૦ રૃપિયે  કિલોની આસપાસ વેંચાઇ રહ્યું છે.

મહારાષ્ટ્રમાં  ઓછો વરસાદ, કાંદાનું ઘટેલું ઉત્પાદન અને કાંદા-બટેટા માર્કેટમાં ૫૦ કિલોથી વધુ વજનની ગુણીઓ ન ઉતારવાના માથાડીઓના નિર્ણયને લીધે કાંદાની કિંમત પર અસર થઇ છે.

માથાડીઓએ વધુ વજનની ગુણીઓ ન ઉતારવાના  ફેંસલાને લીધે બહારગામથી આવતી કાંદા ભરેલી ટ્રકો નવી મુંબઇ એ.પી.એમ.સી. માર્કેટમાં માલ ઉતારવાને બદલે છેલ્લા ત્રણ દિવસથી મુંબઇ અને થાણેની બજારો તરફ વાળવામાં આવી રહી છે. દાદર, અંધેરી, ગોરેગાંવ અને બોરીવલી સહિત જુદા જુદા  વિસ્તારોમાં આ કાંદા ભરેલી ટ્રકો ખાલી કરવામાં આવી રહી છે. આમ નવી મુંબઇ એ.પી.એમ.સી. કાંદા-બટેટા માર્કેટમાં કાંદાની આવક ઘટી ગઇ છે. પરિણામે પુરવઠો ઘટવામાંડયો છે. પરિણામે  હોલસેલમાં ૪૫ થી ૫૦ રૃપિયે કિલો વેંચાતા કાંદા અત્યારે રિટેલમાં ૭૦ થી ૮૦ રૃપિયે  કિલો વેંચાય છે.

પરામાં ટ્રકોમાંથી   કાંદાનું સીધું વેંચાણ ઃ ૧૦૦ રૃપિયે ત્રણ કિલો

નાસિક જિલ્લાના લાસલ ગાંવ સહિતના ભાગોમાંથી નબળી ક્વોલિટીના અથવા થોડા ભીના થયેલા કાંદા વેંચવા માટે ખેડૂતો ટ્રકો ભરીને મુંબઇના ઉપનગરોમાં આવવા માંડયા છે. ટ્રકમાંથી સીધેસીધું વેંચાણ ૧૦૦ રૃપિયે ત્રણ કિલો અને દોઢસો રૃપિયે પાંચ કિલોના ભાવે થાય છે.

હવે તો ગામડેથી કાંદા વેંચવા   માટે ટ્રક લઇને આવતા કિસાનો રીતસર લાઉડ સ્પીકરમાં સવારે ટહેલ નાખતા હોય છે  'લ્યો સસ્તા કાંદા... લ્યો સસ્તા કાંદા...' પરંતુ આ કાંદા વેંચવાવાળા એવાં ઉસ્તાદ હોય છે કે ત્રણ કિલો અને પાંચ કિલો વજનની પેક કરેલી ગુણો ખોલીને ચેક કરવા નથી દેતા જેમ છે એમ જ લઇ જવાનું કહે છે. કારણ કે  ઉપર ઉપર સારા કાંદા હોય અને વચ્ચે ભીના અને સડેલા કાંદા હોય છે.