ઈંગ્લિશ, કોમર્સ અને સોશિયોલોજીની નેટ પરીક્ષાની નવી તારીખો જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અનેક ફરિયાદો બાદ પરીક્ષા રદ્દ કરી હતી
નવી તારીખ મુજબ હવે દેશભરમાં નવમી અને દસમી સપ્ટેમ્બરે આ પરીક્ષાઓ લેવાશે
મુંબઈ - નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા યુજીસી નેટ જૂન ૨૦૨૬ની પરીક્ષામાં અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર વિષય માટે પુનઃપરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. અહેવાલ અનુસાર, આ વિષયોની ફેર પરીક્ષા ૯ અને ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ લેવામાં આવશે. અસરગ્રસ્ત વિષયોના ઉમેદવારો માટે અલગથી પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. તેથી સંબંધિત ઉમેદવારોએ તેની નોંધ લેવી.
નવા ટાઈમટેબલ મુજબ, અંગ્રેજીની પરીક્ષા ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૯થી બપોરે ૧૨ વાગ્યા સુધી યોજાશે. જ્યારે કોમર્સની પરીક્ષા ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ બપોરે ૩થી સાંજે ૬ વાગ્યા સુધી લેવામાં આવશે. સમાજશાસ્ત્રની પરીક્ષા ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ યોજાવાની છે. સંબંધિત વિષયના ઉમેદવારોએ સુધારેલા સમયપત્રકમાં દર્શાવેલા દિવસ અને સમય અનુસાર પરીક્ષાની તૈયારી કરવાની રહેશે.
એનટીએ દ્વારા ૮૭ વિષય માટે આ પરીક્ષા લેવામાં આવતી હોય છે. પરંતુ તેમાંથી આ વખતે ત્રણ વિષય માટેના પ્રશ્નપત્રમાં ટાઈપિંગ, અનુવાદનની ભૂલોની અનેક ફરિયાદો મળ્યા બાદ ઈંગ્લિશ, કોમર્સ અને સોશિયોલોજીની પરીક્ષા ફરીથી લેવાનું એનટીએએ જાહેર કર્યું હતું. આથી અન્ય ૮૪ વિષયનું પરિણામ એનટીએએ ૨૮મીએ રાત્રે જાહેર કર્યું હતું. સાથે જ ઉક્ત ત્રણ વિષયની પરીક્ષાની નવી તારીખો પણ જાહેર કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ ફરી તેની પૂરતી તૈયારી કરી શકે.




