નાના પાટેકરે અનેક ગુનેગારોના સ્કેચ બનાવી મુંબઈ પોલીસને મદદ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગુપ્ત પોલીસ તરીકે પણ કામ કર્યું હતું
પડદા પર અનેકવાર પોલીસની ભૂમિકા ભજવી પણ વાસ્તવિકતામાં પણ પોલીસ તંત્રના મદદગાર
મુંબઈ - બોલીવુડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકર તેમના મજબૂત અવાજ, સ્પષ્ટવક્તા શૈલી અને જીવંત અભિનય માટે જાણીતા હતા પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે રૃપેરી પડદા પર એક શક્તિશાળી પોલીસ અધિકારીની ભૂમિકા ભજવનારા નાના પાટેકર વાસ્તવિક જીવનમાં પણ પોલીસ વહીવટનો એક અભિન્ન ભાગ રહ્યા છે. વાસ્તવિક જીવનમાં નાના પાટેકર મુંબઈ પોલીસ માટે સ્કેચ આટસ્ટ પણ હતા. તેમણે પોતાની ચિત્રકામ કુશળતાનો ઉપયોગ કરીને સાક્ષીઓ દ્વારા આપવામાં આવેલા વર્ણનોના આધારે શકમંદોના સચોટ સ્કેચ બનાવીને અનેક કેસમાં પોલીસ તપાસમાં મદદ કરી હતી.
નાના પાટેકરનું શરૃઆતનું જીવન ખૂબ જ કઠિન હતું. ૧૩ વર્ષની ઉંમરે તેમના પિતાનો વ્યવસાય પડી ભાંગ્યો ત્યારે તેમણે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કામ કરવાનું શરૃ કર્યું હતું. તેઓ દરરોજ આઠ કિલોમીટર ચાલીને ચુનાભટ્ટી જતા અને ફિલ્મના પોસ્ટર પેઇન્ટ કરતા હતા. એના બદલામાં તેમને મહિને માત્ર ૩૫ રૃપિયા અને દિવસમાં એક સમયનું ભોજન મળતું હતું. આ મુશ્કેલ પરિસ્થિતિઓએ તેમને વ્યવહારિક જીવનના પાઠ શીખવ્યા હતા. .
તેમને બાળપણથી જ કલા પ્રત્યેનો શોખ હતો. તેમણે મુંબઈની પ્રખ્યાત સર જે.જે. ઇન્સ્ટિટયૂટ ઓફ એપ્લાઇડ આર્ટ્સમાંથી આર્ટનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જોકે પછીથી તેઓ થિયેટર અને અભિનયની દુનિયામાં પ્રવેશ્યા હતા. પરંતુ તેમણે ક્યારેય પોતાનું ચિત્રકામ છોડયું નહીં.
આબેહૂબ ચહેરા રચી શકવાની તેમની આવડતે કેટલાક પોલીસ અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું હતું. બાદમાં નાના પાટેકરે ગુનાહિત તપાસમાં પડદા પાછળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
મુંબઈમાં રમખાણો અને ગુનાહિત ઘટનાઓ વધી ત્યારે નાના પાટેકર પોલીસ વહીવટીતંત્રને મદદ કરવા આગળ આવ્યા હતા. તેમણે સાક્ષીઓ દ્વારા આપવામાં આવેલા વર્ણનોના આધારે આરોપીઓના ચોક્કસ સ્કેચ બનાવ્યા હતા.
મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે પોલીસ દળમાં ગુપ્ત પોલીસ તરીકે પણ કામ કર્યું હતું.




