મુંબઈમાં 5 દિવસ ભયંકર વરસાદ અને હાઈ ટાઈડની ચેતવણી, દરિયો બતાવી રહ્યો છે રૌદ્ર સ્વરૂપ

Mumbai Weather Forecast Update: ભારતીય હવામાન વિભાગે 24 જૂનથી 28 જૂન સુધી મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. 24 જૂનથી 28 જૂન, 2025 સુધી સતત 5 દિવસ માટે દરિયામાં હાઈ ટાઈડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાઈ ટાઈડ એટલે કે ભરતી દરમિયાન દરિયામાં સાડા ચાર મીટરથી વધુ ઊંચા મોજા ઉછળી શકે છે.
ભારે વરસાદ અને હાઈ ટાઈડની ચેતવણી
IMD અનુસાર, 25 થી 30 જૂન સુધી મુંબઈમાં હવામાન ખરાબ રહેશે. ભારે વરસાદની શક્યતા છે. 24 જૂનથી 28 જૂન સુધી હાઈ ટાઈડની શક્યતા છે. આજે સવારે 11:15 વાગ્યે અરબી સમુદ્રમાં 4.59 મીટર ઊંચા મોજા ઉછળ્યા હતા. હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિનામાં 19 દિવસ સુધી હાઈ ટાઈડનું એલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચો: યુએસ વીઝા માટે અરજદારનાં છેલ્લાં 5 વર્ષનાં સોશિયલ મીડિયા ચકાસાશે
પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવાની સલાહ
તેમજ મુંબઈમાં દરિયો તેના રૌદ્ર સ્વરૂપમાં હોવાથી, બીએમસીએ પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવાની સલાહ આપી છે. મુંબઈ પોલીસે મુંબઈના જૂહુ સહિત અન્ય બીચ પર તકેદારી વધારી દીધી છે. બીએમસીએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે.
ચોમાસાની તાજેતરની સ્થિતિ શું છે?
હવામાન વિભાગના અહેવાલ મુજબ, આગામી 2 દિવસમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધશે. ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, રાજસ્થાન, પંજાબના કેટલાક ભાગો, હરિયાણા-ચંદીગઢ અને દિલ્હીના કેટલાક વિસ્તારો, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ અને જમ્મુના કેટલાક વિસ્તારોમાં ચોમાસુ આગળ વધશે. તેમજ 25 જૂનથી ઉત્તરપશ્ચિમ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આગામી 7 દિવસમાં મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

