ભાયંદર (પૂર્વ)ના રેસિડેન્ટલ ઈમારતના માટીર બોક્સમાં ભીષણ આગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભોંયતળયે દાદરા પાસે આગ લાગતાં રહેવાસીઓ ફસાયા
ધુમાડાને લીધે ૨૧ રહેવાસીઓ ગૂંગળાયાઃ ૧૦૪ જણાને સુરક્ષિત રીતે બચાવાયા
મુંબઈ - ભાયંદર-ઈસ્ટમાં એક રેસિડેન્ટલ કામ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં શુક્રવારે મધ્યરાત્રિએ આગ લાગી હતી. જેના કારણે આખી ઇમારત ધુમાડામાં લપેટાઈ ગઈ હતી. આ ઘટનામાં ધુમાડામાં શ્વાસ લેવાથી ૨૧ રહેવાસીઓ જખમી થયા હતા અને તેમની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. શનિવારે સવારે નવ લોકોને સારવાર બાદ ઘરે રજા આપવામાં આવી હતી, જ્યારે એક રહેવાસીની હાલત ગંભીર છે. ફાયર બ્રિગેડે તત્પરતા દાખવીને બિલ્ડિંગના ૧૦૪ રહેવાસીઓને સુરક્ષિત રીતે બચાવ્યા હતા.
ભાયંદર-ઈસ્ટમાં જૂના પેટ્રોલ પંપ પાસે ગોવિંદ નગરમાં એક્વેરિયસ ટાવર નામની સાત માળની ઇમારત છે. શુક્રવારે રાત્રે દોઢ વાગ્યાની આસપાસ આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરના મીટર બોક્સમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગએ વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું હતું. સીડી પાસે આગ ફેલાતાં રહેવાસીઓ બિલ્ડિંગમાં ફસાઈ ગયા હતા. આગનો ધુમાડો મોટી માત્રામાં બિલ્ડિંગના તમામ ઘરોમાં ફેલાઈ ગયો હતો. આ ઘટનાની માહિતી મળતા જ મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ઇમારતમાં પ્રવેશ કરીને બચાવ કામગીરી શરૃ કરી હતી. તેમણે ઇમારતમાંથી ૧૦૪ લોકોને બહાર કાઢયા અને પંદરથી વીસ મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આગના ધુમાડાને ૨૧ લોકો ઘાયલ થયા હતા. જેમાં ચાર બાળકો, મહિલાઓ અને દસ પુરુષોનો સમાવેશ છે.
આ આગમાં જખમી થયેલા લોકોને સરકારી પંડિત ભીમસેન જોશી હોસ્પિટલ, ખાનગી હૈદરી અને પૂજા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આગમાં ધુમાડામાં શ્વાસ લેવામાં ૨૧ લોકોને તકલીફ થઈ હતી. અમારા સમયસર બચાવ કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. આ ૨૧ માંથી નવ લોકોને ઘરે રજા આપવામાં આવી છે, એમ મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર પ્રકાશ બોરાડેએ જણાવ્યું હતું. ૬૨ વર્ષીય ઇાર અંસારી હૃદયરોગના દર્દી છે અને તેમની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે.









