Mumbai

મહારાષ્ટ્રમાં હવે સીઈટી પરીક્ષા વર્ષમાં બે વખત લેવાનો નિર્ણય

By GS Team
28 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં મહારાષ્ટ્ર સરકારે વિદ્યાર્થીલક્ષી મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં તમામ કોર્સ માટેની CET પરીક્ષા વર્ષમાં બે વખત લેવાશે. અગાઉ એન્જિનિયરિંગ, મેડિકલ અને મેનેજમેન્ટ માટે જ આ સુવિધા હતી, જેનો 14 લાખ વિદ્યાર્થીઓને લાભ મળ્યો હતો. હવે કાયદા, બી.એડ. સહિતના અન્ય 19 કોર્સના વિદ્યાર્થીઓને પણ વર્ષમાં બે વખત પરીક્ષા આપવાની તક મળશે, જેથી તેઓ પરિણામ સુધારી શકશે. આગામી 15 દિવસમાં આ માટેની કાર્યપદ્ધતિ તૈયાર થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રમાં હવે સીઈટી પરીક્ષા વર્ષમાં બે વખત લેવાનો નિર્ણય

તમામ કોર્સના વિદ્યાર્થીઓને લાભ થશે

મુંબઈ -  મહારાષ્ટ્રમાં  હવે તમામ કોર્સ માટેની સામાયિક પ્રવેશ પરીક્ષા (સીઈટી) વર્ષમાં બે વખત યોજવામાં આવશે.  અગાઉ એન્જિનિયરિંગ, મેડિકલ અને મેનેજમેન્ટના ત્રણ અભ્યાસક્રમો માટે વર્ષમાં બે વખત સીઈટી લેવામાં આવતી હતી. આ નિર્ણયનો રાજ્યના ૧૪ લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ થયો હતો. હવે અન્ય અભ્યાસક્રમોના વિદ્યાથીઓને પણ આ સુવિધા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

૧૫ દિવસમાં પરીક્ષાની કાર્યપદ્ધતિ તૈયાર થવાની ધારણા,

લૉ, બી.એડ સહિતના વિદ્યાર્થીઓને ફાયદો થશે

રાજ્યમા ં વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સ્ટેટ સીઈટી સેલ દ્વારા કુલ ૧૯ અલગ-અલગ સીઈટી પરીક્ષાઓ લેવામાં આવે છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં આ પરીક્ષાઓ માર્ચથી મે મહિના દરમિયાન યોજાઈ હતી. હવે એન્જિનિયરિંગ, મેડિકલ અને મેનેજમેન્ટ ઉપરાંત કાયદા, બી.એડ. તેમજ વિવિધ વ્યાવસાયિક, ટેક્નિકલ અને ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે પણ વર્ષમાં બે વખત પરીક્ષા આપવાની તક મળશે. પ્રથમ પરીક્ષામાં અપેક્ષા મુજબના ગુણ ન મેળવનારા વિદ્યાર્થીઓ બીજી પરીક્ષા આપીને પોતાના પરિણામમાં સુધારો કરી શકશે.

આ  નિર્ણયના અમલીકરણ માટે સીઈટી સેલ દ્વારા જરૃરી કાર્યપદ્ધતિ તૈયાર કરવામાં  આવી રહી છે. આગામી ૧૫ દિવસમાં આ કાર્યપદ્ધતિ પૂર્ણ થવાની અપેક્ષા છે. તેમાં પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા, પરીક્ષા યોજવાની પદ્ધતિ, નિયમાવલી અને ઉત્તરવહીઓની ચકાસણીની વ્યવસ્થા જેવી મહત્ત્વની બાબતોનો સમાવેશ કરવામાં આવશે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ટેક્નોલોજી યુનિવર્સિટીના એક કાર્યક્રમ   બાદ  શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલે આ માહિતી આપી હતી.