મહારાષ્ટ્ર બોર્ડની ધો.૧૦, ૧૨ની પરીક્ષાનું સંભવિત ટાઈમટેબલ જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વિદ્યાર્થીઓ હવે તૈયારીમાં લાગો...
ધો.૧૦ની લેખિત પરીક્ષા ૧૫ ફેબુ્રઆરીથી તો ધો.૧૨ની પરીક્ષા ૮ ફેબુ્રઆરીથી શરુ થશે
મુંબઈ - મહારાષ્ટ્ર બોર્ડે ધો.૧૦ અને ૧૨ની ૨૦૨૭ની વાર્ષિક પરીક્ષાઓનું સંભવિત ટાઈમટેબલ જાહેર કર્યું છે. તે મુજબ, ધો.૧૨ની લેખિત પરીક્ષા ૮ ફેબુ્રઆરીથી તો ધો.૧૦ની પરીક્ષા ૧૫ ફેબુ્રઆરીથી શરુ થવાની છે. બોર્ડે આ અધિકૃત ઘોષણા કરતા હવે વિદ્યાર્થીઆ હવે અભ્યાસનું યોગ્ય આયોજન કરી શકશે.
પુણે, મુંબઈ, છત્રપતિ સંભાજીનગર, નાગપુર, કોલ્હાપુર, નાસિક, અમરાવતી, લાતુર અને કોંકણ આ તમામ ૯ વિભાગીય બોર્ડ દ્વારા રાજ્યભરમાં આ પરીક્ષા લેવાશે. વિષયવાર ફાઈનલ ટાઈમટેબલ ટૂંક સમયમાં બોર્ડની વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ધો.૧૨ની પ્રેક્ટિકલ, મૌખિક તેમજ ઈન્ટરનલ અસેસમેન્ટ પરીક્ષા ૨૦ જાન્યુઆરીથી છઠ્ઠી ફેબુ્રઆરી ૨૦૨૭ સુધી થશે અને લેખિત ૮ ફેબુ્રઆરીથી ૧૬ માર્ચ ૨૦૨૭ સુધી ચાલશે. જ્યારે ધો.૧૦ની મૌખિક, પ્રેક્ટિકલ અને ઈન્ટરનલ અસેસમેન્ટ પરીક્ષા ૨૮ જાન્યુઆરીથી ૧૩ ફેબુ્રઆરી ૨૦૨૭ સુધી અને લેખિત પરીક્ષા ૧૫ ફેબ્રુઆરીથી ૧૧ માર્ચ ૨૦૨૭ દરમ્યાન લેવાશે.
વિદ્યાર્થીઓ તાણમુક્ત થઈને પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે આ વર્ષે ખૂબ જ વહેલી પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે.




