કેતનને સિયાનું અફેર ચાલતું હોવાની શંકા પડી ગઈ હતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કેતનને સિયાનું અફેર ચાલતું હોવાની શંકા પડી ગઈ હતી
પરિવારને સિયાના બેકગ્રાઉન્ડ ચેક વિશે પૂછ્યું હતું
સિયા વારંવાર ચેતનનું નામ લેતી હતી, કેતન સાથે નાની નાની વાતે ઝઘડા પણ કરતી હતી
મુંબઈ - બિલ્ડર કેતન અગ્રવાલે મંગેતર સિયા કોઈ બીજા સાથે પ્રેમ સંબંધમાં હોવાની પરિવાર સમક્ષ શંકા વ્યક્ત કરી હોવાનું પોલીસને માલુમ પડયું છે. ભાવિ પત્ની સિયા સાથે લગ્ન નક્કી કરતા પહેલા તેના ભૂતકાળની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી કે કેમ તે બાબતે પણ પરિવારના સભ્યોને પૂછયું હતું.
પુણેના કેતનને ૧૮ જૂનના રોજ લોહગઢ કિલ્લા પર તેની મંગેતર સિયા ગોયલ (૨૦) અને તેના પ્રેમી ચેતન ચૌધરી (૨૨) દ્વારા કથિત રીતે ખડક પરથી ધક્કો મારીને હત્યા કરવામાં આવી હતી. બંને આરોપીઓને ધરપકડ બાદ ત્રીજી જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કેતનના પિતા વિશાલ અગ્રવાલે તેમની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે તેમના પુત્રએ વારંવાર સિયાની સહ-આરોપી ચેતન ચૌધરી સાથેની નિકટતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તે ઘણીવાર તેમની વાતચીતમાં ચેતન ચૌધરીનું નામ લેતી હતી.
છઠ્ઠી જૂને બાલી ટ્રિપ રદ થયા પછી કેતને તેના પિતાનો સંપર્ક કર્યો હતો અને સિયા નાની નાની બાબતોમાં ઝઘડા કરતી હોવાની ફરિયાદ કરી હતી. ત્યારે પિતાએ તેને કહ્યું હતું કે તે નાની હોવાથી આવું વર્તન કરી રહી હશે અને ખાતરી આપી હતી કે તેઓ તેનું કાઉન્સેલિંગ કરશે, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
૧૪ જૂનના રોજ સિયાએ લોહગઢ કિલ્લામાં કથિત રીતે કેતનને ખડક પરથી ધક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પાછા ફર્યા પછી કેતને ફરી એકવાર તેના પિતાને પૂછયું કે શું તેમણે લગ્ન નક્કી કરતા પહેલા સિયા વિશે સંપૂર્ણ પૂછપરછ કરી હતી. કેતને તેના પિતાને કહ્યું કે જ્યારે પણ તે તેને ફોન કરે છે ત્યારે તેનો ફોન ઘણીવાર વ્યસ્ત રહેતો હતો અને તે વાતચીત દરમિયાન વારંવાર ચેતન ચૌધરીનો ઉલ્લેખ કરતી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
કેતને શંકા વ્યક્ત કરી હતી કે સિયાનું કોઈ સાથે અફેર છે. જોકે કેતનના પરિવારે તેને ખાતરી આપી હતી કે કદાચ ચિંતા કરવાની કોઈ વાત નથી. કારણ કે તેનો પરિવાર તેમના સંબંધીઓ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
કેતન અને સિયાના લગ્ન અગ્રવાલ અને ગોયલ પરિવારના એક સામાન્ય સંબંધીની મધ્યસ્થીથી નક્કી કરવામાં આવ્યા હતા. તેમની સગાઈ ફેબુ્રઆરીમાં પુણેની એક ભવ્ય હોટેલમાં થઈ હતી.









