કંગનાએ ટ્વિટર પર રિએન્ટ્રી સાથે જ બોલીવૂડને ગાળો ભાંડી

Updated: Jan 25th, 2023


20 મહિના પ્રતિબંધ પછી ફરી ગરમાગરમી

ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાવ ફાલતુ છે, સિનેમા પૈસા કમાવા નહીં પણ કલા માટે છે તેવાં વિધાનો

મુંબઇ :  અભિનેત્રી કંગના રણૌતનું ટ્વિટર એકાઉન્ટ ૨૦ મહિનાના પ્રતિબંધ પછી ફરી શરુ કરાયું તો તરત જ તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ભાંડવાનું પણ શરુ કરી દીધું છે. 

કંગનાએ શરુઆતના ટ્વિટમાં તો પોતાની ફિલ્મ 'ઈમરજન્સી'ના બિહાઈન્ડ ધી સીન દૃશ્યોની પોસ્ટ કરી હતી. પરંતુ, બાદમાં તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને વખોડવાની ચાલુ કરી હતી. 

કંગનાએ લખ્યું હતું કે આપણી ઈન્ડસ્ટ્રી સાવ ફાલતુ છે અહીં કોઈ કલાત્મક પ્રોજેક્ટના નિર્માણની વાતો કરે તો સીધા તેમના મોઢાં પર પૈસા ફેંકવામાં આવે છે. 

કંગનો લખ્યું હતું કે વાસ્તવમાં આ એક ઉદ્યોગ હોવા છતાં પણ માત્ર પૈસા કમાવા એ તેનો હેતુ નથી. આપણે ત્યાં કલા મંદિરોમાંથી આવી અને એટલે જ કલાકારોનું સન્માન થાય છે. આ જ કલા હવે સિનેમાના માધ્યમ સુધી પહોંચી છે. 

કેટલાક લોકો કંગનાના આ ટ્વિટને શાહરુખ ખાનની પઠાણ ફિલ્મની સફળતા તથા કંગનાની પાછલી કેટલીક ફિલ્મોની નિષ્ફળતા સાથે પણ જોડી રહ્યા છે. 

બેફામ ટિવટ કરતી હોવાથી કંગનાનું ટિવટર એકાઉન્ટ ૨૦ મહિના પહેલાં સસ્પેન્ડ કરી દેવાયું હતું.


    Sports

    RECENT NEWS