For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કાફિર હવે તારો વારો, માથુ કાપી નાંખીશુ..નુપુર શર્માનુ સમર્થન કરનારા શિવસેના નેતાને ધમકી

Updated: Aug 18th, 2022

કાફિર હવે તારો વારો, માથુ કાપી નાંખીશુ..નુપુર શર્માનુ સમર્થન કરનારા શિવસેના નેતાને ધમકી

નવી દિલ્હી, તા. 18 ઓગસ્ટ 2022

નુપુર શર્માનુ સમર્થન કરવા બદલ હવે નાગપુરના શિવસેનાના નેતાને ધમકી મળી છે.

શિવસેના નેતા લોરેન્સ ગ્રેગરીને મોકલવામાં આવેલા ધમકીભર્યા પત્રમાં કહેવાયુ છે કે, કાફિર હવે તારુ માથુ કાપવામાં આવશે...

આ પત્ર બાદ ચકચાર મચી ગઈ છે અને પોલીસે તપાસ શરુ કરી છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં નુપુર શર્માનુ સમર્થન કરવા બદલ એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો .

નુપુર શર્માએ કરેલી વિવાદિત ટિપ્પણી બાદ આખા દેશમાં વિવાદ જાગ્યો હતો. નુપુર શર્માનુ સમર્થન કરવા બદલ જયપુરમાં ટેલર કનૈયાલાલની હત્યા કરી દેવામાં આવી હતી. આ સિવાય બીજા ડઝનબંધ લોકો પર હુમલા થયા હતા.

જોકે હજી પણ નુપુર શર્માનુ સમર્થન કરનારાને ધમકીઓ મળવાનુ ચાલુ જ છે અને નાગપુરની ઘટના તેનો વધુ એક પૂરાવો છે.

નુપુર શર્માએ એક ટીવી ડિબેટમા કરેલી ટિપ્પણી બાદ તેના પર દેશમાં વિવિધ જગ્યાએ ફરિયાદો પણ નોધવામાં આવી હતી. બીજી તરફ ભાજપે નુપર શર્માને પ્રવક્તા પદેથી અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

Gujarat