આઈઆઈટી બોમ્બેએ ડીનને ફરજમુક્ત કર્યા, સાહિલ અંગે નિવેદન માટે જાહેર માફી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

યુથ કોંગ્રેસ સહિતનાં સંગઠનોની કેમ્પસ બહાર ધમાલ
સાહિલે પરીક્ષામાં ચોરી કરતાં પકડાયા બાદ આપઘાત કર્યાનું નિવેદન આઈઆઈટીએ પાછું ખેંચી લીધું
મુંબઈ - આઈઆઈટી બોમ્બેમાં બાવીય વર્ષીય વિદ્યાર્થી સાહિલ વાકોડેએ પરીક્ષામાં ચોરી કરતાં પકડાયા બાદ આત્મહત્યા કરી હતી તેવું અગાઉનું નિવેદન આઈઆઈટીએ પાછું ખેંચી જાહેર માફી માગી છે. આ કેસમાં જેમના પર આક્ષેપો થઈ રહ્યા છ ેતે અધ્યાપક અને વહીવટી ડીન સૂર્યનારાયણ દુલ્લાને તેમનાં પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. બીજી તરફ યુથ કોંગ્રેસ તથા અન્ય વિદ્યાર્થી સંગઠનોએ આજે પણ આ મુદ્દે કેમ્પસના ગેટ પર ધમાલ મચાવી હતી.
અગાઉ એવી વિગત બહાર આવી હતી કે પ્રોફેસર દુલ્લાએ સાહિલને પરીક્ષામાં ચોરી કરતાં પકડયો હતો અને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. જોકે, આ વાતથી સાહિલને લાગી આવતાં તેણે આપઘાત કર્યો હતો. પરંતુ, હવે આઈઆઈટીએ આ નિવેદન પાછું ખેંચ્યું છે. આઈઆઈટીએ એક સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે કિસ્સાની પૂરતી તપાસ વિના થયેલું અગાઉનું નિવેદન તે પાછું ખેંચે છે.
ઉલ્લેખનીય છે કે સાહિલના માતાપિતાની ફરિયાદ બાદ પ્રોફેસર દુલ્લા પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ અને આત્મહત્યા માટે ઉશ્કેરણીના આરોપ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જોકે, આજે યુથ કોંગ્રેસ સહિતનાં વિદ્યાર્થી સંગઠનોએ પ્રોફેસર દુલ્લાને ફક્ત વહીવટી ડીન તરીકે જ નહિ પરંતુ પ્રોફેસર પદેથી પણ હાંકી કાઢવા જોઈએ તેવી માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
દરમિયાન, આઈઆઈટી બોમ્બે ફેક્લ્ટી ફોરેમ સમગ્ર પ્રકરણમાં પ્રોફેસર દુલ્લાને સમર્થન આપતું એક નિવેદન જારી કર્યું હતું. તેના કેટલાક સભ્યોએ પ્રોફેસર દુલ્લાના સમર્થનમાં કુચ પણ યોજી હતી. બીજી તરફ સંસ્થાના કેટલાક પ્રોફેસરોએ સોશિયલ મીડિયા પર એવો દાવો કર્યો હતો કે આ ફેકલ્ટીી ફોરમ તમામ પ્રોફેસરોનું પ્રતિનિધિત્વ કરતું નથી અને તેને તમામ પ્રોફેસરો વતી મંતવ્ય રજૂ કરવાનો કોઈ હક્ક નથી.
ઉલ્લેખનીય છે કે મૂળ મહારાષ્ટ્રના યવતમાળના સાહિલે પવઈ કેમ્પસમાં ગત શુક્રવારે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેના માતાપિતાના દાવા અનુસાર સાહિલને છેલ્લા કેટલાય સમયથી જાતિગત બાબતોએ હેરાન કરવામાં આવી રહ્યો હતો.
આઈઆઈટીના ડાયરેક્ટર કેદારેએ રવિવારે રાતે પોતાના રાજીનામાંની ઓફર કરી હતી. જોકે, સોમવારે સંસ્થાએ જણાવ્યું હતું કે ડાયરેક્ટરે રાજીનામું આપ્યું નથી.
વિદ્યાર્થીની આત્મહત્યાના મામલે આઈઆટી બોમ્બે ગેટ બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના કાર્યકરોના વિરોધ બાદ કેમ્પસમાં અને તેની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
ઘણા સ્થાનિક રહેવાસીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કેમ્પસની મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સાવચેતીના પગલા તરીકે પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. ફક્ત વર્તમાન વિદ્યાર્થીઓ અને અધિકૃત સ્ટાફ જ પ્રવેશ કરી શકે છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને સંસ્થાની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે કે ૫૦ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે મુખ્ય દરવાજા પર અનેક પોલીસ વાન તૈનાત કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીના મૃત્યુની આસપાસના સંજોગોમાં વધુ તપાસ ચાલી રહી છે.
સાહિલનું મનોબળ મજબૂત હતું, માનસિક ત્રાસ ગુજારાયો હતો ઃ પરિવાર
સાહિલના પરિવારે કહ્યું હતું કે તે બહુ મજબૂત મનોબળ ધરાવતો હતો. પરંતુ તેમ છતાં કદાચ માનસિક ત્રાસના કારણે તેણે આ પગલું ભર્યું હોય તે બનવા જોગ છે. સાહિતના નાની શ્યામલતા તાવડેએ કહ્યું હતું કે સાહિલ બહુ તેજસ્વી હતો. તેને આઈઆઈટીમાં પ્રવેશ મળ્યો તે બદલ સમગ્ર પરિવાર તથા સ્વજનો તેને સપોર્ટ કરતાં હતાં. તેના આપઘાતના કારણે તેના માતાપિતાની જિંદગી પણ નિરર્થક બની ગઈ છે. હવે તેમની પાસે જીવવા માટે કોઈ હેતુ રહ્યો નથી. હવે તેઓ કોના માટે જીવશે તેમ તેમણે કહ્યું હતું. સાહિતના પિતા રવિન્દ્ર વાકડેએ તેના પર જાતિગત ત્રાસ ગુજારાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.
અનેક માજી વિદ્યાર્થીઆએ કેમ્પસમાં જાતિવાદના આક્ષેપો નકાર્યા
આઈઆઈટીમાં એક વિદ્યાર્થીના આપઘાત અને બાદમાં પ્રોફેસર પર થયેલા જાતિવાદના આક્ષેપો અંગે સોશિયલ મીડિયા પર ગરમાગરમ ચર્ચા છેડાઈ છે. જોકે, સંસ્થાના અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કેમ્પસમાં જાતિવાદના આરોપો ફગાવ્યા છે.
વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે આઈઆઈટીમાં ભણવાનું પ્રેશર બહુ જ હોય છે. દેશભરમાંથી આવતા વિદ્યાર્થીઓનું એકસરખું બેકગ્રાઉન્ડ હોતું નથી. તેમના માનસિક દબાણ દૂર કરવા કોઈ પગલાં ભરવાં જોઈએ.
બહાર કાઢયો હતો. કોઈ તો ગંભીર બાબતે તેને આટલું આત્યંતિક પગલું ભરવા માટે મજબુર કર્યો હશે. જોકે, કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે કેમ્પસમાં હોસ્ટેલ ખાલી કરાવવી, વર્ગમાંથી સસ્પેન્શન, નાણાંકીય દંડ વગેરે પગલાં લેવાય છે તેના કારણે અનેક વિદ્યાર્થી દબાણમાં આવી જાય છે. ભૂતકાળની ઘટનાઓ છતાં કેમ્પસમાં અસરકારક જાતિ સંવેદનશીલતા, પર્યાપ્ત માનસિક સ્વાસ્થ્ય સહાય અને ભેદભાવને દૂર કરવા માટે સક્ષમ એસસી/ એસટી સેલનો અભાવ છે.




