Mumbai

સીઈસી વિરુદ્ધ દેખાવોમાં અટકાયતો પર સંપૂર્ણ મનાઈનો હાઈકોર્ટનો ઈનકાર

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દેખાવો કરી રહેલા સેંકડો પ્રદર્શનકારીઓની અટકાયત સામે બોમ્બે હાઈકોર્ટે વ્યાપક આદેશો પસાર કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, કોર્ટે જણાવ્યું કે જો કોઈ ગેરકાયદેસર અટકાયત ધ્યાને આવશે તો ચોક્કસ કાર્યવાહી કરાશે. મુંબઈ પોલીસે દિલ્હી આંદોલનને ટેકો આપવા માર્ચ કરનાર મહિલાઓ અને વિદ્યાર્થીઓ સહિત અનેક લોકોની અટકાયત કરી હતી. વધુ સુનાવણી 19 ઓક્ટોબરે થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સીઈસી વિરુદ્ધ દેખાવોમાં  અટકાયતો પર સંપૂર્ણ મનાઈનો હાઈકોર્ટનો ઈનકાર

મુંબઈમાં સેંકડો આંદોલનકારીઓની અટકાયત સામે અરજી

 જોકે, અદાલતે સ્પષ્ટ કર્યું કે અમે કોઈ ગેરકાયદેસર અટકાયત નહીં ચલાવી લઈએ, એવું કાંઈ ધ્યાને લવાશે તો કાર્યવાહી કરાશે

મુંબઈ -  બોમ્બે  હાઈકોર્ટે મંગળવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની પોલીસ અટકાયત સામે વ્યાપક આદેશો પસાર કરવાનો ઇનકાર કર્યો હતો,  જોકે, અદાલતે ખાતરી આપી હતી કે  અટકાયતો ગેરકાયદેસર થયું હોવાની વાત અદાલત સમક્ષ મૂકાશે તો અદાલત ચોક્કસ તે અંગે કાર્યવાહી કરશે.

 મુંબઈ પોલીસે સપ્તાહના અંતે  દિલ્હીમાં આંદોલનનને ટેકો આપવા માર્ચ કાઢનારા મહિલાઓ અને વિદ્યાર્થીઓ સહિત સેંકડો શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓની ગેરકાયદે  અટકાયત કરી  હોવાનો આરોપ મૂકતી સાગર દેવરેની એક અરજીની સુનાવણી વખતે અદાલતે આમ જણાવ્યુું હતું.

 અરજદારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટે કોર્ટને શાંતિપૂર્ણ પ્રદર્શનો દરમિયાન પોલીસને વધુ અટકાયત કરવાથી રોકવા માટે વચગાળાનો આદેશ જારી કરવા વિનંતી કરી હતી.  જોકે, ડિવિઝન બેન્ચે પોલીસ કાર્યવાહી પર સામાન્ય સ્ટે માટેની અરજીને નકારી કાઢી હતી.

કોઈ વ્યક્તિને અટકાયતમાં લેવામાં નહીં જ આવે તેવો સીધો આદેશ અમે નહીં આપીએ. જો તમે આવો કોઈ કિસ્સો હોય તો અમે તેનું ધ્યાન રાખીશું. અમે કંઈપણ ખોટું થવા દઈશું નહીં,એમ કોર્ટે અવલોકન કર્યું હતું.

 અધિક  સરકારી વકીલ મનીષ ઉપાધ્યાયે અરજીમાં કરવામાં આવેલા દાવાઓ પર સંબંધિત અધિકારીઓ પાસેથી સૂચનાઓ મેળવવા માટે સમય માંગ્યો હતો.

વિનંતી સ્વીકારીને, હાઇકોર્ટે આ મામલાની સુનાવણી મુલતવી રાખી અને અરજીની વધુ સુનાવણી ૧૯ ઓક્ટોબર પર મુલતવી રાખી હતી.

દેવરેની અરજીમાં  શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ, વકીલો અને અન્ય લોકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની માંગ કરવામાં આવી હતી.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે મુંબઈના નાગરિકોએ ૧૦ અને ૧૧ ઓક્ટોબરના રોજ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન માટે એકતા દર્શાવવા માટે સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ  દેખાવો યોજ્યા હતા  ત્યારે પોલીસે બિનજરૃરી રીતે અને કોઈપણ અધિકાર વિના, સગીર બાળકો અને વિદ્યાર્થીઓે તથા મહિલાઓ સહિત સેંકડો લોકોની અટકાયત કરી હતી.

 કાયદા અમલીકરણ એજન્સીઓએ અત્યંત સંયમ રાખવો જોઈએ અને શાંતિપૂર્ણ સભાના અધિકારનું સન્માન કરવું જોઈએ,એમ અરજીમાં જણાવાયું છે.

અરજીમાં પોલીસને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓની મનસ્વી અને ગેરબંધારણીય અટકાયતનહીં કરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.