Mumbai

કાંદિવલીમાંથી ૧૦ કરોડથી વધુનું હેરોઈન જપ્ત, ત્રણની ધરપકડ

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બોરિવલી અને કાંદિવલીમાં મોટી કાર્યવાહી કરી છે. 14 ઓક્ટોબરે કાંદિવલીમાંથી 2 શખ્સો પાસેથી 758 ગ્રામ હેરોઈન (કિંમત રૂ. 3.79 કરોડ) જપ્ત કરાયું. ત્યારબાદ 17 ઓક્ટોબરે વધુ 1 આરોપીને પકડી તેની પાસેથી 1,274 ગ્રામ હેરોઈન (કિંમત રૂ. 6.37 કરોડ) મળ્યું. કુલ 2.03 કિલોગ્રામ હેરોઈન સાથે 3 આરોપીઓ ઝડપાયા છે. પોલીસે સપ્લાયર અને ખરીદદારોની તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાંદિવલીમાંથી ૧૦ કરોડથી  વધુનું હેરોઈન જપ્ત, ત્રણની ધરપકડ

કાંદિવલીમાં બે ૭૫૮ ગ્રામ હેરોઈન સાથે બે ફરતા હતા

સપ્લાયર તથા ડિલિવરી લેનારા કોણ હતા  તે દિશામાં  પોલીસની તપાસ

મુંબઈ  - બોરિવલીમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સની દાણચોરી કરતા આંતરરાજ્ય સિન્ડિકેટ સામે મોટી કાર્યવાહી કરીને રુ. ૧૦.૧૬ કરોડની કિંમતનું ૨.૦૩ કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યું હતું. આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હવે હેરોઇનના સપ્લાયરો, સ્થાનિક ખરીદદારો અને સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ હાથ ધરી હતી.

ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની યુનિટ- ૧૧ની ટીમે ૧૪ આક્ટોબરે કાંદિવલી વિસ્તારમાં બે શંકાસ્પદને અટકાવી તેમની તપાસ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન તેમની પાસેથી ૭૫૮ ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રુ.૩.૭૯ કરોડ હોવાનું જણાવાયું હતું.

પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતાં તેમના સાથીદારો અંગે મહત્વપૂર્ણ માહિતી મળી હતી. આ માહિતીના આધારે ૧૭ ઓક્ટોબરે બીજી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ત્રીજા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી વધુ ૧,૨૭૪ ગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. આ જથ્થાની અંદાજિત બજારકિંમત રુ.૬.૩૭ કરોડ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

બંને કાર્યવાહીમાં મળેલા હેરોઇનનો કુલ જથ્થો ૨.૦૩૨ કિલોગ્રામ થયો હતો. તેની કુલ અંદાજિત બજારકિંમત રુ. ૧૦.૧૬ કરોડ થાય હતા. ત્રણેય આરોપીઓ સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સિસ (એનડીપીએસ) કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચ હવે જપ્ત કરાયેલા હેરોઇનનો મૂળ સપ્લાયર કોણ છે, આ જથ્થો કયા માર્ગે મુંબઈ પહોંચાડવામાં આવ્યો હતો અને શહેરમાં તેની ખરીદી તથા વિતરણમાં કોણ સામેલ હતું તે અંગે શોધખોળ હાથ ધરી હતી.