ભૂતપૂર્વ મહિલા કર્મચારીએ ઝવેરીને બ્લેકમેઈલ કરી ૪ કરોડ પડાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઝવેરીએ ખંડણી ચૂકવવા માટે સોનું વેચવું પડયું
તમે મને ન્હાતી જોઈ રહ્યાના વીડિયો મારી પાસે છે અને પોલીસ સુધી પહોંચી ગયા છે તેમ કહી બ્લેકમેઈલ કરનારી મહિલાની ધરપકડ
મુંબઈ - મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ૬૧ વર્ષીય જ્વેલરી શોપના માલિક પાસેથી ચાર કરોડ રૃપિયાની ખંડણી વસૂલવાના આરોપસર એક ૪૦ વર્ષીય મહિલાની ધરપકડ કરી છે. આ મહિલાએ ઝવેરીને ધમકી આપી હતી કે તે જ્યારે નહાતી હતી કે કપડાં બદલતી હતી ત્યારે ઝવેરી તેને જોઈ રહ્યો છે તેવો અશ્લીલ વીડિયો તેની પાસે છે અને જો તે પૈસા નહી આપે તો તે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે. આ બાદ ક્રાઈમ બ્રાન્ચની યુનિટ-૭એ દક્ષિણ મુંબઈમાં રહેતી નાઝનીન નામની મહિલાની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મહિલા ફરિયાદીની જ્વેલરી શોપમાં કામ કરતી હતી. આ સમયે બન્ને એકબીજાના પરિચયમાં આવ્યા હતા. બન્નેએ મોબાઈલ નંબરની આપલે કરી હતી અને સંપર્કમાં રહેતા હતા. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે ત્યારબાદ આરોપીએ તેના વીડિયો કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું અને તેના આધારે તેમને બ્લેકમેઈલિંગ કરવામાં આવ્યા હતા.
આ બ્લેકમેઈલિંગ અને કથિત ખંડણી ચૂકવવાની શરૃઆત ફેબુ્રઆરી ૨૦૨૫થી શરૃ થઈ ઓગસ્ટ ૨૦૨૬ સુધી ચાલી હતી. જે દરમિયાન ફરિયાદીએ આશરે ચાર કરોડ રૃપિયા રોકડમાં તેમજ ઓનલાઈન વ્યવહારો દ્વારા ચૂકવ્યા હોવાનો દાવો કર્યો હતો. આરોપીએ કથિત રીતે ફરિયાદને કહ્યું હતું કે તેમની આ અશ્લીલ ક્લિપો ચેન્નાઈ પોલીસ સહિત અન્ય પોલીસ અધિકારીઓ સુધી પહોંચી ગઈ છે અને તેને ડિલીટ કરવા અથવા તેનું પ્રસારણ અટકાવવા માટે પૈસાની માગણી કરી હતી.
આરોપી મહિલાએ શરૃઆતમાં પૈસા માંગ્યા હતા અને દાવો કર્યો હતો કે પોલીસ અધિકારીઓ સાથે મળી આ મામલો ઉકેલવો પડશે. આ સાથે જ તેણે કથિત દાવો કર્યો હતો કે રેકોર્ડિંગ કરવા માટે કોર્ટ અધિકારીઓ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને અન્ય અધિકારીઓને નાણાની ચૂકવણી કરવી પડશે.
ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે તેણે સોનુ વેચીને પૈસા ઉભા કર્યા હતા. આરોપીએ ધમકી આપી હતી કે જો તે તેની માંગણીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે તો તેના હાથ-પગ તોડી નાંખશે અને તેને મારી નાંખવાની ધમકી આપી હતી. ફરિયાદીએ ચાર કરોડ રૃપિયા ચૂકાવ્યા પછી પણ આરોપીએ કથિત રીતે બીજા ૧૫ લાખ રૃપિયાની માગણી કરી હતી અને જો તે ૧૮ ઓક્ટોબર સુધીમાં ચૂકવણી નહીં કરે તો તેના નિવાસસ્થાન અને કાર્યસ્થળની મુલાકાત લઈ આ રેકોર્ડિંગ ઓનલાઈન ફેલાવવાની ધમકી આપી હતી. તેવું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ પર કાર્યવાહી કરતા છટકું ગોઠવ્યું હતું અને આરોપી નાઝનીનની ધરપકડ કરી હતી. તપાસકર્તાએ ફરિયાદીના દાવાની પણ ચકાસણી કરી રહ્યા છે. આ ઉપરાંત આરોપીને મદદ કરનાર અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકાની પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.




