Mumbai

રાજ્યની સ્કૂલોની આસપાસ ખાદ્યપદાર્થો વેચતા એકમો પર એફડીએની તવાઈ

By GS Team
29 Nov 20261 min read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં FDA દ્વારા વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર મળે તે હેતુથી 422 શાળાઓ અને 50 મીટરના પરિઘમાં આવેલા ઉપાહારગૃહોની તપાસ કરાઈ. એપ્રિલથી નવેમ્બર દરમિયાન 69 ઉપાહારગૃહોને તાળાં લાગ્યાં અને 19ના પરવાના સ્થગિત થયા. મુંબઈમાં માત્ર 2 ઉપાહારગૃહો બંધ કરાયા, જે અન્ય વિભાગો કરતાં ઓછી કાર્યવાહી દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યની સ્કૂલોની આસપાસ ખાદ્યપદાર્થો વેચતા એકમો પર એફડીએની તવાઈ

મહારાષ્ટ્રમાં ૪૨૨ સ્કૂલોની તપાસ કરાઈ

મુંબઈ -  કુલ ૬૯ ઉપહારગૃહોને તાળાં લાગ્યાં જેમાંથી મુંબઈના માત્ર બેનો જ સમાવેશ

 શાળાના વિદ્યાર્થીઓને પૌષ્ટિક અને સુરક્ષિત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી અન્ન અને ઔષધ વહીવટીતંત્ર (એફડીએ) દ્વારા સમગ્ર રાજ્યમાં વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત એપ્રિલથી ૧૯ નવેમ્બર દરમિયાન આઠ મહિનાના ગાળામાં રાજ્યની ૪૨૨ શાળાઓ અને તેમની આસપાસનાં ઉપાહારગૃહોની તપાસ કરવામાં આવી હતી. શાળાના ૫૦ મીટરના પરિઘમાં નિયમોનું ઉલ્લંઘન કરતાં ૬૯ ઉપાહારગૃહોને બંધ કરવામાં આવ્યાં છે, જ્યારે ૧૯ ઉપાહારગૃહોના પરવાના સ્થગિત કરવામાં આવ્યા છે.

મુંબઈમાં આ ઝુંબેશ અંતર્ગત સૌથી ઓછી શાળાઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં બે શાળાઓની આસપાસ નિયમોનું ઉલ્લંઘન કરતાં બે ઉપાહારગૃહો મળી આવતાં વહીવટીતંત્રે બંનેને બંધ કરાવ્યાં હતાં. રાજ્યના અન્ય વિભાગોની સરખામણીએ મુંબઈમાં સૌથી ઓછી તપાસ અને કાર્યવાહી થઈ હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. કોંકણ વિભાગમાં ૧૫૯ સ્કૂલોની તપાસ કરીને ૨૭ ઉપાહારગૃહો બંધ કરાવવામાં આવ્યાં હતાં, જ્યારે નાશિક વિભાગમાં ૬૯ શાળાઓની તપાસ દરમિયાન ૨૩ ઉપાહારગૃહો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

દરમિયાન, શાળાઓની આસપાસના વિસ્તારમાં ખાંડ, મીઠું તથા ટ્રાન્સ ફેટનું પ્રમાણ વધુ હોય તેવા ખાદ્યપદાર્થોના વેચાણ, જાહેરાત અને મફત વિતરણ પર નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે. વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર મળી રહે તેમજ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાના ધોરણોનું પાલન થાય તે આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે.