Get The App

પિતા પ્લેટફોર્મ પર રહી ગયા, 3 વર્ષની બાળકી સાથે વંદેભારત ટ્રેન ઉપડી ગઈ

Updated: May 4th, 2026

GS TEAM

Google News
Google News
પિતા પ્લેટફોર્મ પર રહી ગયા, 3 વર્ષની બાળકી સાથે વંદેભારત ટ્રેન ઉપડી ગઈ 1 - image

વંદેભારતમાં હોલ્ટ વખતે ઉતરવામાં જોખમ 

રડારોળ કરનારી બાળકીને પ્રવાસીઓએ સાચવી, રેલવે  પોલીસે પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું

મુંબઈ: સોલાપુર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસમાં એક વ્યક્તિ બિસ્કિટ ખરીદવા માટે રેલવે પ્લેટફોર્મ પર ઉતર્યા હતો.  જો કે, તે કોચમાં પાછો ફરે તે પહેંલાં જ ટ્રેનના ઓટોમેટિક દરવાજા બંધ થઈ ગયા હતા અને વંદે ભારત એક્સપ્રેસ દોડવા માંડી હતી. આ સમયે તેની ત્રણ વર્ષની બાળકી ટ્રેનની અંદર એકલી જ રહી ગઈ હતી.  આ ઘટનાથી બાળકી ગભરાઈ ગઈ હતી. જો કે, અંતે પુણે સ્ટેશન પર રેલવે અધિકારીઓએ બાળકીને તેની માતાને સુરક્ષિત રીતે સોંપી દીધી હતી.

અહેવાલ મુજબ,  આ ઘટના કુર્ડુવાડી રેલવે સ્ટેશન પર સોલાપુરથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)ની મુસાફરી દરમિયાન બની હતી. પુત્રીને ભૂખ લાગી હોવાથી તેના પિતા રાહુલ ખુરમુતે બિસ્કિટ લેવા માટે  કુર્ડુવાડી રેલવે સ્ટેશન ઉતર્યો હતો. જો કે, રાહુલ કોચમાં પાછો ફરે તે પહેલાં જ વંદે ભારત ટ્રેનના દરવાજા બંધ થઈ ગયા હતા અને ટ્રેન દોડવા માંડી હતી. 

આથી  નાની બાળકી ૩૦ નંબરની સીટ પર કોચ સીમાં એકલી રહી ગઈ હતી. એકલી બેઠેલી બાળકી તેના પિતા પાછા ન ફરતા ડરી ગઈ અને રડવા લાગી હતી. તેની સ્થિતિ જોઈ અન્ય મુસાફરોનું ધ્યાન તેના તરફ ગયું હતું અને તેમણે તરત જ ટીટીઈ (ટિકિટ એક્ઝામિનિર) એઅચએલ મીનાને આ પરિસ્થિત અંગે જાણ કરી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા મીનાએ તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.

આ બાદ પુણે રેલવે કંટ્રોલ રુમે રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ) અને રેલવે પોલીસ સાથે સંકલન કરીને બાળકીના પરિવારને ઓળખવા અને સહાયની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી બાળકીની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. મુસાફરો અને સ્ટાફે યાત્રા દરમિયાન તેની કાળજી લીધી હતી. દરમિયાન રેલવે અધિકારીઓએ રિઝર્વેશન રેકોર્ડનો ઉપયોગ રકીને રાહુલનો સંપર્ક કર્યો હતો અને બાળકી સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું. 

વધુમાં તે જ સમયે અધિકારીઓ બાળકીની માતા વૈશાલીનો પણ સંપર્ક કર્યો હતો અને વંદે ભારત એક્સપ્રેસ પુણે રેલવે સ્ટેશન પર પહોંચે તે પહેલાં સ્ટેશન પહોંચવા જણાવ્યું હતું. આ બાદ અંતે, બાળકીનું પુણે સ્ટેશન પર તેની માતા સાથે સુરક્ષિત રીતે પુનમલન કરાવવામાં આવ્યું હતું. આ ઘટનાએ ટ્રેન સ્ટોપ દરમિયાન ટ્રેનમાંથી ઉતરવાના જોખમ અંગે ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા હતા.