મુંબઇમાં છ મહિના દરમિયાન ૩૨ હજાર કરોડના મોંઘા ઘરોનું વેંચાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લક્ઝરી ફલેટસના વેચાણમાં વરલી ટોપ પર
દરરોજ સરેરાશ ૧૭ લકઝરી ફ્લેટનો વહેવાર થયો ઃ ૫૦ હજાર કરોડથી વધુ કિંમતના ૨૯ વૈભવી ઘરોનું વેચાણ
મુંબઇ - મુંબઇ મહાનગર ક્ષેત્રમાં આલીશાન અને વૈભવશાળી ઘરોના વેચાણમાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે. ૨૦૨૬- ૨૦૨૭ના નાણાંકીય વર્ષના પહેલાં છ મહિના દરમિયાન દરરોજ સરેરાશ ૧૭થી વધુ મોંઘા ઘરોનું વેચાણ થયું હતું.
છ મહિના દરમિયાન પાંચ કરોડ કે તેનાંથી વધુ કિંમતના એકંદર ૩૧૪૫ ઘરોનું વેચાણ થયું હતું જેનું કુલ મૂલ્ય ૩૨,૬૨૩ કરોડ હોવાનું જાણવા મળ્યું હતું.
એપ્રિલથી જૂનના ત્રણ મહિનાની સરખામણીએ જુલાઇથી સપ્ટેમ્બરના ત્રણ મહિનામાં લકઝરી ઘરોની નોંધણીમાં ૧૦.૫ ટકાની વૃદ્ધિ થઇ હતી. લકઝરી ફ્લેટોના વેચાણમાં વરલી વિસ્તારે મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. વરલીમાં ૨૭૫ વૈભવી ઘરો વેંચાયા હતા જેનું એકંદર મૂલ્ય ૫,૫૫૮ કરોડ થયું હતું. આમ એક ફ્લેટની સરેરાશ કિંમત ૨૦.૨ કરોડ થઇ હ તી.
૫૦ કરોડ અથવા તેનાંથી વધુ કિંમતના ઘરોના વેંચાણમાં બમણો વધારો થયો હતો. ૫૦ હજાર કરોડ અથવા એથી વધુ કિંમતના ૨૯ ઘરોનું વેચાણ થયું હતું જેની એકંદર કિંમત ૨,૫૩૬ કરોડ થઇ હતી.




