એક્સ ગર્લફ્રેન્ડ દિશા ટાઈગરને મળવા સૌથી પહેલી પહોંચી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બ્રેક અપ પછી પણ બંનેની દોસ્તી યથાવત
ટાઈગરનાં ઘરની બહાર ફોટોગ્રાફર્સની પરવા કર્યા વિના દોડીને અંદર પહોંચી
મુંબઇ - રવિવારે જુહૂમાં ટાઇગર પર ગોળીબાર થયો હોવાના સમાચાર મળતાં જ દિશા પટણી ટાઇગરની ખબર પૂછવા માટે તેના જુહૂમાં આવેલાં ઘરે પહોંચી ગઇ હતી. ફાયરિંગ પછી ટાઈગરને મળનારા બોલિવુડ સેલિબ્રિટીઓમાં દિશા સૌથી પહેલી હતી. દિશાએ આ પ્રસંગે હાજર ફોટોગ્રાફર્સની પરવા કર્યા વિના તેની કારમાંથી નીકળી સીધી ટાઇગરના ઘરમાં દોડી ગઇ હતી.
ટાઇગર અને દિશા આશરે છ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં હતાં. જોકે, જુલાઇ ૨૦૨૨માં પ્રકાશિત અહેવાલો અનુસાર છ વર્ષ ડેટિંગ કર્યા બાદ બંને જણાં અલગ થઇ ગયા હતા. જોકે, આજે પણ તેમની દોસ્તી યથાવત છે. વાસ્તવમાં દિશાને ટાઈગરના તમામ પરિવારજનો સાથે સારું બને છે. ટાઈગરની બહેન ક્રિષ્ણા હજુ પણ તેની ગાઢ સખી છે અને બંને અવારનવાર સાથે દેખાય છે. કહેવાય છે કે દિશા લગ્ન માટે ઉતાવળ કરતી હતી પરંતુ ટાઈગર તેના માટે તૈયાર ન હોવાથી આ મુદ્દે બંને વચ્ચે બ્રેક અપ થઈ ગયું હતું.




