Mumbai

નેગેટિવ માર્કેટિંગને કારણે મહાકાવ્ય શ્રી રામાયણ ફલોપ થઈઃ નિર્માતા

By GS Team
6 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં, 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા'ના નિર્માતા પ્રકાશ મહોબિયાએ રણબીર કપૂરની 'રામાયણ'ના નિર્માતા પર આક્ષેપ કર્યો છે. તેમની ફિલ્મ બોક્સ ઓફિસ પર માત્ર 46 લાખ રૂપિયા કમાણી કરીને ફ્લોપ થવા પાછળ નકારાત્મક માર્કેટિંગને જવાબદાર ઠેરવ્યું છે. યુટ્યુબર્સ દ્વારા નકારાત્મક કોમેન્ટ્સ ફેલાવીને દર્શકોને ફિલ્મ ન જોવાનું કહેવાયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

નેગેટિવ માર્કેટિંગને કારણે મહાકાવ્ય શ્રી રામાયણ ફલોપ થઈઃ નિર્માતા

રણબીર કપૂરની રામાયણની ટીમ પર ઠીકરું ફોડાયું   

બોક્સ ઓફિસ પર માંડ ૪૬ લાખ રૃપિયાની કમાણી સાથે   ફિલ્મ સદંતર ફલોપ નીવડતા નિર્માતાનો બળાપો                                                                                                               

મુંબઇ -  પૌરાણિક ફિલ્મ 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા'ના નિર્માતા પ્રકાશ મહોબિયાએ તેમની ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ નીવડી તેના માટે રણબીર કપૂરની રામાયણના નિર્માતાને જવાબદાર ઠેરવતાં આક્ષેપ કર્યો હતો કે નેગેટિવ માર્કેટિગ કરવામાં આવતાં તેની અસર મારી ફિલ્મ પર પડી હતી. મહાકાવ્ય શ્રી રામાયણ કથાને બોક્સ ઓફિસ પર માંડ ૪૬ લાખ રૃપિયાની જ કમાણી થતાં ફિલ્મ ફલોપ પુરવાર થઇ છે.

નિર્માતા મબોબિયાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે મારી ફિલ્મ વિશે યુટયુબર્સ અને ઇન્ફલુએન્સર્સમાં નકારાત્મક કોમેન્ટ ફેલાવવામાં આવી હતી અને અમારી ફિલ્મ ન જોવા માટે જણાવવામાં આવ્યું હતું. આ નેગેટિવ માર્કેટિંગને કારણે અમને ઓડિયન્સ સુધી પહોંચવાની તક જ મળી નથી.

અભિષેક સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સીતાની ભૂમિકા અંજલિ અરોરાએ ભજવી હતી. ફિલ્મના વિઝ્યુઅલ ઇફેક્ટસ બાબતે પણ સોશ્યલ મિડિયા પર સવાલો કરવામાં આવ્યા હતા.