Mumbai

આર્મીની યુએસ ક્લબમાં ૭૭ કરોડના રેકેટમાં ઈડીના દરોડાઃ ૧૭ કરોડની સંપત્તિ જપ્ત

By GS Team
19 Sep 20263 mins read
TukuTouch Logo
મુંબઈની યુનાઇટેડ સર્વિસીસ ક્લબમાં 77 કરોડના કૌભાંડમાં EDએ વધુ 17 કરોડની સંપત્તિ જપ્ત કરી. ડેપ્યુટી સેક્રેટરી બર્નાડેટ વર્મા અને પતિ ભરતકુમાર વર્માએ નકલી ખાતા ખોલીને નાણાં ટ્રાન્સફર કર્યા હતા. મુંબઈ, ગોવા અને મધ્યપ્રદેશમાં દરોડા પાડી કુલ 50 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આર્મીની યુએસ ક્લબમાં ૭૭ કરોડના રેકેટમાં ઈડીના દરોડાઃ ૧૭ કરોડની સંપત્તિ જપ્ત

કલબનાં મહિલા ડે. સેક્રેટરીએ પતિ સાથે મળી કૌભાંડ આચર્યું

મુંબઈ ઉપરાંત ગોવા તથા મધ્યપ્રદેશમાં પણ દરોડા, અત્યાર સુધીમાં કુલ ૫૦ કરોડની મિલ્કતો જપ્ત 

મુંબઈ -     ભારતીય  સેના, નૌકાદળ અને વાયુસેના દ્વારા સંયુક્ત રીતે સંચાલિત યુનાઇટેડ સવસીસ ક્લબ (યુએસ ક્લબ)ની એક મહિલા અધિકારી દ્વારા કથિત રીતે ૭૭  કરોડ રૃપિયાની ઉચાપત બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી)એ વધુ  ૧૭ કરોડ રૃપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ કેસમાં ઈડીએ  અત્યાર સુધીમાં રૃ. ૫૦ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ ક્લબના આથક  વિભાગના ડેપ્યુટી સેક્રેટરી બર્નડેટ વર્માએ તેના પતિ ભરતકુમાર વર્મા સાથે મળીને આ કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.

   આ ક્લબના નિયમિત વિક્રેતાઓના નામ જેવા જ નામો ધરાવતા વિવિધ નકલી (ડમી) બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ, તેમણે ક્લબના લગભગ ૭૭  કરોડ રૃપિયાના ભંડોળને આવા નકલી ખાતાઓમાં ડાયવર્ટ કર્યા હતા.

   આ  ગુના દ્વારા મેળવેલી આ રકમ બર્નાડેટ વર્મા, ભરત વર્મા અને તેમના પરિવારના સભ્યો તથા  સહયોગીઓના વ્યક્તિગત અથવા સંયુક્ત બેંક ખાતાઓમાં ટ્રાન્સફર  કરવામાં આવી હતી.  ક્લબ મેનેજમેન્ટને આ વાતની જાણ થયા પછી કોલાબા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

   આ ગુનાના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તપાસ શરૃ કરી હતી. તે સમયે  વર્મા દંપતીએ આ પૈસાનો ઉપયોગ ઘણી સ્થાવર મિલકતો ખરીદવા માટે કર્યો હતો. કેટલીક રકમ વિવિધ બેંકોમાં ફિક્સ ડિપોઝિટમાં પણ રોકાણ કરવામાં આવી હતી.

     ગત  માર્ચમાં પણ  ઈડીએ વર્મા પરિવાર સાથે સંબંધિત કેટલીક મિલકતો તેમજ વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. દરમિયાન ૩૪  કરોડ રૃપિયાની ૩૫  મિલકતો જપ્ત કરવામાં આવી હતી. આમાં મુંબઈ, દિલ્હી અને દેશના અન્ય સ્થળોએ ખરીદેલી મિલકતોનો સમાવેશ  હતો.

    નવી કાર્યવાહીમાં વધુ મિલકતો સીલ કરવામાં આવી છે. ઈડીના મુંબઈ વિભાગે મુંબઈ, ગોવા અને મધ્યપ્રદેશમાં કુલ ૧૩  સ્થળોએ દરોડા પાડયા હતા. ક્લબના ડેપ્યુટી ઓફ ફાઇનાન્સ સેક્રેટરી બર્નાડેટ ભરત વર્મા, તેના પતિ ભરતકુમાર શંકરલાલ વર્મા અને અન્ય સંબંધિતની જગ્યામાં એ દરોડા પાડવામાં આવ્યા હતા.

   દરોડા દરમિયાન  ફ્લેટ, જમીન, બેંકોમાં રોકડ અને ફિક્સ્ડ ડિપોઝિટ સહિત કુલ ૧૩.૪૪ કરોડ રૃપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

    આ ઉપરાંત, આ ગુનામાંથી મળેલી રકમ લગભગ ૧૧ કરોડ રૃપિયા શ્રીમતી જ્યોતિર્ગમય ફાઉન્ડેશન (ટ્રસ્ટ) ના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.  તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ ફાઉન્ડેશન વર્મા પરિવાર સાથે સંબંધિત છે.

     આ ખાતામાં રહેલા પૈસા ચંદ્ર પ્રકાશ પાંડે અને તેમના પરિવારના સભ્યો અને તેમના નિયંત્રણ હેઠળની સંસ્થાઓ (તેમજ સંબંધિત વ્યક્તિઓ) ના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

   પાંડે ક્લબના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. આરોપી બર્નડેટએ પાંડે સાથે મળીને આ છેતરપિંડી કરી હતી કે કેમ એની પણ ઈડી તપાસ કરી રહ્યું છે .

   યુએસ ક્લબ  મુંબઈ (યુનાઇટેડ સવસીસ ક્લબ) એ કોલાબા (નેવી નગર)  સ્થિત એક પ્રતિતિ અને ઐતિહાસિક લશ્કરી  ક્લબ છે. આ ક્લબની સ્થાપના ૧૯૩૭ માં ભારતીય સેના દ્વારા કરવામાં આવી હતી. હાલમાં આ ક્લબનું સંચાલન ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે. તે દક્ષિણ મુંબઈમાં દરિયા કિનારે ગોલ્ફ કોર્સ છે. આ ક્લબ અરબી સમુદ્રના મનોહર પટ્ટાથી ઘેરાયેલું છે, જે લગભગ એક કિલોમીટર સુધી ફેલાયેલું છે. આ ક્લબ મુખ્યત્વે સશ દળોના અધિકારીઓ અને તેમના પરિવારો માટે અનામત છે.