દૂધમાં થતી ભેળસેળ રોકવા ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ આવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પશુના કાનના ટેગથી દૂધના સ્રોતની ઓળખ થશે
છ મહિનાથી એક વર્ષમાં અમલની શક્યતા
મુંબઈ - મહારાષ્ટ્રમાં દૂધમાં ભેળસેળ અટકાવવા રાજ્ય સરકાર છ મહિનાથી એક વર્ષમાં ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ શરૃ કરશે, એમ એફડીએના કમિશનર તુકારામ મુંઢેએ જણાવ્યું હતું. પશુના કાનમાં લગાવેલા ટેગની વિગતોને પશુપાલન વિભાગના ડેટા સાથે જોડીને દૂધના મૂળ સ્રોેત સુધી પહોંચી શકાશે.
રાજ્યભરમાં સેંકડો દૂધ સંગ્રહ કેન્દ્રોની તપાસ શરૃ કરવામાં આવી છે. તેમાં ભેળસેળ, સ્વચ્છતા અને નિયમોના પાલનની ચકાસણી થઈ રહી છે. તપાસ બાદ કેટલીક ડેરીઓમાં સુધારો જોવા મળ્યો છે.
મુંઢેએ ખાદ્ય સુરક્ષા માટે સરકાર, વેપારીઓ અને ગ્રાહકોની સંયુક્ત જવાબદારી પર ભાર મૂક્યો હતો. 'ઈટ રાઈટ સ્કૂલ' અભિયાન દ્વારા બાળકોને પૌષ્ટિક ખોરાક લેવા અને જંક ફૂડથી દૂર રહેવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. દવા ક્ષેત્રમાં પણ એફડીએની તપાસ ચાલુ છે. દવા ઉત્પાદક એકમોમાં કાટ લાગેલાં સાધનો સહિતની ખામીઓ મળી આવતાં નિયમોનું પાલન ન કરતી ફાર્મસીઓ અને કંપનીઓ સામે કાર્યવાહી વેગ આપવા આવી છે.




