Mumbai

રામાયણના હિન્દી વર્ઝનમાં સીતા અને લક્ષ્મણનાં એક્શન દ્રશ્યો પર કાતર

By GS Team
10 Nov 20261 min read
TukuTouch Logo
રણબીર કપૂર અને સાઈ પલ્લવીની 'રામાયણ' ફિલ્મમાં સીતા-લક્ષ્મણના એક્શન દ્રશ્યો ઇન્ટરનેશનલ વર્ઝનમાં રખાયા છે, પરંતુ ભારતીય હિન્દી વર્ઝનમાંથી ઉડાડી દેવાયા છે. સાઈ પલ્લવી અને રવિ દૂબેના 6 જંગલી જાનવરો સાથેની લડાઈના વાયરલ થયેલા દ્રશ્યોના વખાણ થઈ રહ્યા છે. આથી, ભારતીય વર્ઝનના એડિટિંગ પર સવાલો ઉઠી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રામાયણના હિન્દી વર્ઝનમાં  સીતા અને લક્ષ્મણનાં એક્શન દ્રશ્યો  પર કાતર

અમેરિકી વર્ઝન ૩૦ મિનિટ નાનું છતાં પણ  આ દ્રશ્યો છ

જંગલી જાનવરો સાથે સાઈ પલ્લવી, રવિ દૂબેની ફાઈટસઃ એડિટિંગમાં કાચું બફાયું હોવાની ચર્ર્ચા 

મુંબઈ -   રણબીર કપૂર અને સાઈ પલ્લવીની 'રામાયણ' ફિલ્મમાં સીતા માતાની ભૂમિકા ભજવતી સાઈ પલ્લવી તથા લક્ષ્મણની ભૂમિકા ભજવી રહેલા રવિ દૂબેના કેટલાંક એક્શન દ્રશ્યો ભારતમાં રીલિઝ થયેલાં  હિન્દી વર્ઝનમાંથી ઉડાડી દેવાયાં છે. જોકે, ફિલ્મનાં ઈન્ટરનેશનલ અંગ્રેજી વર્ઝનમાં આ દ્રશ્યો રખાયાં છે. હવે આ દ્રશ્યોની ક્લિપ ઈન્ટરનેટ પર વાયરલ થતાં ફિલ્મનાં ભારતીય વર્ઝનના એડિટિંગમાં કાચું બફાયું હોવાની ચર્ચા ચાલી છે.

સીતા માતા તથા રવિ દુબે જંગલી જાનવરોનો બહાદૂરીપૂર્વક સામનો કરે છે  એવાં દ્રશ્યો વાયરલ થયાં છે. લોકો આ દ્રશ્યોનાં ભરપૂર વખાણ કરી રહ્યાં છે. નવાઈની વાત એ છે કે ઈન્ટરનેશનલ અંગ્રેજી વર્ઝન ભારતમાં રજૂ થયેલાં વર્ઝન કરતાં કાપકૂપ કરીને ૩૦ મિનીટ નાનું બનાવાયું છે. તેમ છતાં પણ તેમાં આ દ્રશ્ય રહ્યાં છે તો પછી ભારતીય વર્ઝનમાં કાપી નાખવાની શું જરુર હતી તેવા સવાલો દર્શકો પૂછી રહ્યા છે.

લોકો એમ પણ કહી રહ્યા છે કે આ ફિલ્મનાં કાસ્ટિંગ બાબતે વિવાદો થયા છે અને સાઈ પલ્લવીનું સીતા તરીકેનું કાસ્ટિંગ ખોટું છે તેવી જે ચર્ચાઓ ચાલી રહી છે તે આ દ્રશ્યોને કારણે ઠંડી પડી શકે તેમ હતી.