For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તમે 30 વર્ષથી કોર્ટમાં આવતા હોવ તો કોર્ટ તમારી માલિકીની થઈ જશે ? હાઈકોર્ટ

Updated: Apr 25th, 2024

તમે 30 વર્ષથી કોર્ટમાં આવતા હોવ તો કોર્ટ તમારી માલિકીની થઈ જશે ? હાઈકોર્ટ

સરકારી જમીન પર અતિક્રમણ કરીને માલિકીનો દાવો કરનારની ઝાટકણી

સરકારે પણ પોતાની જમીનની દરકાર નહીં કરવા બદલ કોર્ટે કાન આમળ્યા

મુંબઈ :  સરકારી જમીન પર અતિક્રમણ કરીને માલિકી અધિકાર જતાવનારા પ્રતિવાદીની હાઈ કોર્ટે બરાબર ઝાટકણી કાઢી હતી. કોર્ટે સવાલ કર્યો હતો કે તમે હાઈ કોર્ટમાં ૩૦ વર્ષથી આવતા હોય તો  શું હાઈકોર્ટ તમારી માલિકીની થઈ જશે?  સરકારી જમીન પર ગેરકાયદે કામ કરીને તેનું વેચાણ કરીને કમાણી કરવા બદલ ભરપાઈનો આદેશ આપવાની ચેતાવણી પણ મુખ્ય ન્યાયમૂર્તિ દેવેન્દ્ર ઉપાધ્યાયે પ્રતિવાદીના વકિલને આપી હતી.

કાંદિવલી વિલેજની સિટી સર્વે ક્રમાંક ૧૧૭૨ ગાર્ડન માટે આરક્ષીત પ્લોટ પર કરાયેલા અતિક્રમણ પ્રત્યે વોઈસ અગેઈન્સ્ટ ઈલિગલ એક્ટિવિટીઝ સંસ્થા વતી ૨૦૧૭માં જનહિત અરજી કરીને ધ્યાન દોર્યું હતું.સરકારી જમીન પચાવી પાડી હોવાથી અતિક્રમણ હટાવીને તે તાબામાં લેવામાં આવશે એવી ખાતરી સરકારે કોર્ટને આપી હતી. હજી સાત વર્ષ બાદ પણ અતિક્રમણ હટાવાયા નથી વધુમાં ત્યાં સભજીત સંપદાપ્રસાદ શર્મા નામની વ્યક્તિએ ગેરકાયદે કામ કરીને વેચાણ કર્યાની આંચકા જનક માહિતી સામે આવી છે.

આ બાબતની કોર્ટે ૧૭ એપ્રિલે અતિ ગંભીર નોંધ લીધી હતી. જમીન અનેક વર્ષોથી પોતાના કબજામાં છે. ઉપરથી અનેક લોકોએ અતિક્રમણ થયું હોવા છતાં અમને જ લક્ષ્ય બનાવાઈ રહ્યા છે, એવી દલીલ પ્રતિવાદીના વકિલે કરી હતી. બુધવારની સુનાવણીમાં પણ આવી દલીલ કરવામાં આવતાં કોર્ટે ઝાટકણી કાઢી હતી. તમે ૩૦ વર્ષથી હાઈકોર્ટમાં આવતો હોવ તો હાઈ કોર્ટ તામારી માલિકીની થઈ જાય? એવો સવાલ કોર્ટે કર્યો હતો.

સરકારને પોતાની જમનનું રક્ષણ કરતા આવડતું નથી એ દર્ભાગ્યની વાત છે. જિલ્લાધિકારી સરકારી જમીનના રક્ષક હોય છે, પણ જિલ્લાધિકારી અને તેમના અધિકારીએ અતિક્રમણ પ્રત્યે દુર્લક્ષ સેવ્યું છે અને બાદમાં સમયસર કાર્યવાહી પણ કરી નહોવાથી જમીન પર ગેરકાયદે બાંધકામ થતાં ત્રીજા પક્ષને વેચી નખાઈ છે. પરિણામે કેટલો જટિલ પ્રશ્ન નિર્માણ થયો છે એ વિચારો, એમ પણ કોર્ટે સરકારના કાન આમળીને જણાવ્યું હતું.

જૂનના અંત સુધીમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી કરાશે એવી કાતરી ઉપ વિભાગીય અધિકારીએ પાંચ એપ્રિલ ૨૦૧૯ના રોજ જનહિત અરજીની સુનાવણીમાં આપી હતી. એ અનુસાર શર્માને નોટિસ બજાવ્યા બાદ તેણે સિવિલ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે વચગાળાનું રક્ષણ નકાર્યું હતું, પરંતુ અપીલમાં જવાની મુદત આપી હતી એ અનુસાર શર્માએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.૨૯ જુલાઈ ૨૦૧૯ના રોજ હાઈકોર્ટની સિંગલ બેન્ચે વચગાળાની રાહતનો આદેશ ત્રણ સપ્તાહ લંબાવ્યો હતો જે આજ સુધી કાયમ રહ્યું હતું. આદેશ પાછો ખેંચવા સરકારે કોઈ  નક્કર પગલાં લીધા નહોવાથી કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે ખુલાસો માગતાં જિલ્લાધિકારી કાર્યાલય તરફથી બુધવારે સ્પષ્ટીકરણ કરતું સોગંદનામું રજૂ કરાયું હતું. અરજી કરવા બાબતે સરકારી વકિલની કચેરીને જણાવાયંં હતું, પરંતુ અરજી થઈ શકી નહોતી અને શર્માની અપીલ પર ૨૧ ડિસેમ્બર ૨૦૨૨ બાદ સુનાવણી થઈ નહીં, એવો ખુલાસો અપાયો હતો.

Gujarat