Mumbai

વસતી ગણતરીનો પ્રારંભ, આજથી સ્વગણનાનો તબક્કો શરુ

By GS Team
1 May 20262 mins read
વસતી ગણતરીનો પ્રારંભ, આજથી સ્વગણનાનો તબક્કો શરુ

સંપૂર્ણ ડિજિટલ પદ્ધતિથી જનગણના થશે

સમગ્ર રાજ્યમાં ૨.૬૪ લાખ કર્મચારીઓ જોતરાશેઃ વેબસાઈટ પરથી સ્વગણના કરાવનારા નાગરિકોને  ૧૧આંકનો યુનિક આઈડી અપાશે

મુંબઈ -  વસતી ગણતરીના ભાગરૃપે મહારાષ્ટ્રમાં સ્વ-ગણના (સેલ્ફ એન્યુમરેશન)ની આવતી કાલે પહેલી મેથી શરૃઆત થશે. આ વખતે દેશમાં પહેલી જ વખત સંપૂર્ણ ડિજિટલ જનગણના યોજાવાની છે.

મહારાષ્ટ્રના  ચીફ પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર નિરૃપમા ડાંગેએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે ડિજિટલ સિસ્ટમથી વસતી ગણતરી કરવા માટે મોબાઇલ એપ્લીકેશન અને ઓનલાઇન પોર્ટલની જોગવાઇ કરવામાં આવી છે. આને લીધે રિયલ ટાઇમ ડેટા અકત્રીત થશે અને ચોક્સાઇ વધશે.

જે નાગરિકો સ્વગણના (સેલ્ફ એન્યુમરેશન) કરવા ઇચ્છે છે તેમને સત્તાવાર વેબસાઇટ  (રાૉજથી.બીહજેજ.ર્યપ.ૈહ)  નો જ ઉપયોગ કરવાની અને કોઇ એસએમએસ જેમાં  ઇઈૈંભઈશ  કી- વર્ડ ન હોય તેને પ્રતિસાદ ન આપવાની સલાહ આપવામાં આવી છે. 

સ્વગણનાની શરૃઆત થવાની છે તેની પત્રકાર પરિષદમાં માહિતી આપતા ડાંગેએ જણાવ્યું હતું કે સ્વગણના પહેલીથી ૧૫મી મે દરમિયાન થશે. ત્યાર બાદ ૧૬મી મેથી ૧૪મી જૂન સુધી ઘરગણના કરવામાં આવશે. પ્રગણક (એન્યુમરેટર) મોટે ભાગે સવારે અથવા સાંજે ઘર- ઘરની મુલાકાત લેશે અને વિગતો નોંધશે. એક પ્રગણક દિવસમાં આઠથી દસ ઘરની મુલાકાત લેશે.

કોઇ પણ નાગરિક સ્વગણના દ્વારા ઓનલાઇન વિગતો નોંધાવી દેશે ત્યાર બાદ તેમને અંગ્રેજી 'એચ' અક્ષરથી શરૃ થતો ૧૧ ડિજિટનો યુનિક આઇડેન્ટીફિકેશન નંબર આપવામાં આવશે. આ નંબર સાચવી રાખવો પડશે અને જ્યારે ઘરે વસતી ગણતરી માટે કર્મચારી આવે તેને દેખાડવો પડશે. 

જનગણનાની કામગીરી સરળતાથી પાડી શકે માટે પહેલી જાન્યુઆરી ૨૦૨૬થી ૩૧મી માર્ચ ૨૦૨૭ સુધી જિલ્લા, તાલુકા, શહેરો અને ગામોની સરહદો યથાવત રાખવામાં આવશે એમાં કોઇ ફેરફાર નહીં થઇ શકે. આ અંગે સરકાર તરફથી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું  છે.

મહારાષ્ટ્રમાં પ્રગણક અને પર્યવેક્ષક (ગણતરી કરનાર અને સુપરવાઇઝર) સહિત ૨.૬૪ લાખ કર્મચારીઓ જનગણનાની કામગીરી પાર પાડશે. આમાં ૧૦ ટકા સ્ટાફ રિઝર્વ રાખવામાં આવશે. આ તમામ કર્મચારીઓને પૂરતી તાલીમ આપવામાં આવ્યા પછી જવાબદારી  સોંપવામાં આવશે. જ્યારે વ્યાપક સ્તરે કામગીરીનું સુપરવિઝન કરવા અને ડેટા એકત્રિત કરવા માટે સેન્સસ મોનિટરિંગ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ ઉપયોગમાં લેવામાં આવશે.

ઝૂંપડપટ્ટી એરિયા અને ઝૂંપડપટ્ટી ન હોય એવા વિસ્તારોમાં નકશાને આધારે દરેક ઘરે જઇને વિગતોની નોંધ કરવામાં આવશે. જ્યારે બહારથી આવેલાઓની ગણના તેમનાં કામના સ્થળે જઇ 'ડિફેક્ટો' પદ્ધતિથી કરવામાં આવશે. 

આ કામગીરી પૂરી થયા પછી ફોલોઅપ ફેઝમાં વોર્ડ દિઠ વસતી ગણતરીની કામગીરી આવતા વર્ષે હાથ ધરવામાં આવશે.